બોલીવુડના દેશીગર્લ પ્રિયંકાના ચોપ્રાના પતિ આજે (16 સપ્ટેમ્બરે)એ તેનો 27મોં જન્મદિવસની ઉજવણી કરે છે. નિક જોનસનું અસલી નામ નિકોલસ જેરી જોનસ છે.
નિકનો જન્મ અમેરિકી સ્ટેટ ટેક્સાસના ડૈલાસના પોળ કેવિન જોનાસ સિનિયરના ઘરમાં થયો હતો. જોનસનો 2006માં પહેલો આલ્બમ ઇટ્સ અબાઉટ ટાઈમ આવ્યો હતો. ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. આ બેન્ડને ડિઝની ચેનલ પર ઘણી પ્રસિદ્ધિ મળી હતી.
આજકાલ પ્રિયંકા ચોપરા બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ સક્રિય છે. રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત સિંગિંગથી જ થઈ હતી. વર્ષ 2012માં પ્રિયંકાનું Will.I.Am અમેરિકન રેપર સાથે પહેલું ગીત In My City આવ્યું.
જેમાં તેમણે એક નાના ગામની છોકરીથી સ્ટાર બનવા સુધીની સફરને સુંદર રીતે દર્શાવ્યું હતું. આ પછી તેને વર્ષ 2013માં Exotic અને વર્ષ 2014માં I Can’t Make You Love Me ગીતો રિલીઝ કર્યા હતા. Exotic ગીતમાં પ્રખ્યાત સિંગર પિટબુલ પણ જોવા મળ્યા હતા. આ ત્રણ ગીતોએ પ્રિયંકા ચોપરાને અમેરિકન મનોરંજન જગતમાં પ્રસિદ્ધકરી દીધી.
View this post on Instagram
I’m always with you @nickjonas 😜😍Congratulations @jonasbrothers! I’m so proud of all of you! #sucker
વર્ષ 2015થી 2018ની વચ્ચે પ્રિયંકાએ અમેરિકન ટીવી શો ક્વોન્ટિકોની બે સીઝનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેનાથી તેને લોસ એંજલસના સેલિબ્રિટી સરકીટનો ભાગ બની અને ગ્લોબલ સેલિબ્રિટી બની. પ્રિયંકા પોતાના હોલિવૂડના કરિયરને લઈને હંમેશા ચર્ચાઓનો ભાગ બની રહે છે.
પ્રિયંકાએ હોલિવૂડના એક્શન સ્ટાર ડવેન જોન્સન સાથે ફિલ્મ બેવોચથી હોલિવૂડમાં પોતાની કારકિર્દી શરુ કરી. આ પછી તે અ કિડ લાઈક જેકમાં પણ જોવા મળી હતી. હવે પ્રિયંકા ઇઝન્ટ ઈટ રોમેન્ટિકમાં ખાસ ભૂમિકામાં નજરે ચડશે.
ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા ચોપરાએ પોતાના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા. આ બંનેએ ખ્રિસ્તી અને હિંદુએ એમ બંને રીતરિવાજો મુજબ લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિક બંને હાઈપ્રોફાઈલ સેલિબ્રિટી છે. એવામાં એ વાતની પણ ઉત્સુકતા હોય કે બંનેના એકબીજા સાથે જોડાઈ ગયા બાદ બંનેની સંપત્તિ કેટલી થઇ ગઈ.
બોલિવૂડમાં પ્રિયંકા અભિનયની સાથે ફિલ્મોનું પ્રોડક્શન પણ કરે છે. નવેમ્બર 2017ની ફોર્બ્સની મોસ્ટ પાવરફુલ વુમનની ગ્લોબલ સૂચીમાં પ્રિયંકા 97માં સ્થાન પર હતી. આ રિપોર્ટ અનુસાર, પ્રિયંકાની વાર્ષિક આવક 10 મિલિયન ડોલર એટલેકે લગભગ 64 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
આ આવક 1 જૂન 2016થી 1 જૂન 2017 વચ્ચેની હતી. કેટલાક બીજા રિપોર્ટ્સ મુજબ, પ્રિયંકાની નેટવર્થ 28 મિલિયન ડોલર એટલે કે 200 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.
View this post on Instagram
પ્રિયંકાના પતિ નિક જોનાસ સિંગર અને એક્ટર છે. મ્યુઝિક વિડિયોઝ સિવાય નિકે અમેરિકન ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું છે. 2017માં આવેલી ‘જુમાનજી- વેલકમ ટુ જંગલ’માં નિક એક ખાસ ભૂમિકામાં નજરે ચડયા હતા. આ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર ડવેન જોન્સન જ હતા,
જેમની સાથે પ્રિયંકાએ હોલિવૂડની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આંતરાષ્ટ્રીય સેલેબ્રીટીસની કમાણીની નોંધ રાખવાવાળી એક વેબસાઈટ અનુસાર, નિકની નેટવર્થ લગભગ 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 177 કરોડ રૂપિયા છે. આ સિવાય નિક મોંઘી ગાડીનો માલિક છે.
View this post on Instagram
એટલું જ નહીં અમેરિકાના મસૌથી મોંઘા લોકેશનમાં નીકનું ઘર છે. તમને જાણીને હેરાની થશે કે, નિકનું આ ઘર તેના પેરેંટ્સનું નહીં પરંતુ તેનું પોતાનું ખરીદેલું છે. નીકને મોટા-મોટા સ્ટેજ શોમાં પરફોર્મ માટે મોટી રકમ મળે છે.
એક ખબરના રિપોર્ટ અનુસાર, લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે 35 થી 70 લાખ સુધીની રકમ વસુલે છે. નિકે સૌથું વધુ કમાણી સોલો પરફોર્મર તરીકે કરી છે.
View this post on Instagram
Only if looks could kill. @priyankachopra . . . . . . PC @priyankacentral
આ રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા પોતાના પતિ કરતા વધુ માલદાર છે. પણ લગ્ન પછી હવે તેમની નેટવર્થ 300 કરોડ રૂપિયાથી વધુ છે. નિકએ લગ્ન પછી પ્રિયંકા માટે બેવર્લી હિલ્સમાં 45 કરોડનું ઘર ખરીદ્યું છે.
પ્રિયંકા અને નિકની પહેલી મુલાકાત મેટ ગાલા 2017 ઇવેન્ટમાં થઈ હતી, જેમાં બંનેએ રાલ્ફ લોરેન માટે રેમ્પ પર વોક કરી હતી. આ ઇવેન્ટને અમેરિકામાં ફેશનનો ઓસ્કાર કહેવામાં આવે છે. જોકે પ્રિયંકા અને નિક વચ્ચેના સંબંધો સૌપ્રથમ મે 2018માં જાહેર થયા હતા.
આ પછી ઓગસ્ટમાં બંનેએ પ્રિયંકાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને સગાઇ કરી હતી. જેમાં નિકના માતા-પિતા પણ સામેલ થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.