‘કૌન બનેગા કરોડપતિ’ જેવા પ્રખ્યાત રિયાલિટી શોની ૧૧મી સિઝન ચાલુ છે અને કોણ હશે આ સિઝનનો પ્રથમ કરોડપતિ? – આ પ્રશ્ન હરેક દર્શકના મનમાં ઉત્તેજના જગાડતો હતો, તેનો જવાબ આખરે આવી ગયો છે.

બિહારના જહાનાબાદ જીલ્લાના રહેવાસી સનોજ રાજે અમિતાભ બચ્ચન દ્વારા પૂછાયેલા ૧૫માં સવાલનો સાચો ઉત્તર આપીને એક કરોડની રાશિ જીતી લીધી હતી અને ૧૧મી સિઝનના પ્રથમ કરોડપતિ તરીકે બિહારનું નામ ઊંચું કરી દીધું છે. ઉલ્લેખનીય છે, કે અગાઉની એક સિઝનમાં પણ સુશીલ કુમાર નામક બિહારીએ કરોડપતિમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
ખેડૂતપુત્ર સનોજ રાજની વાત —
તો આટલું ભણેલો છે સનોજ- સનોજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં થોડાક મહિના અને અન્ય જગ્યાઓ પર મળીને કૂલ ૨.૫ વર્ષ સુધી કામ કરી ચુક્યો છે. પણ પછી તેણે તેની નોકરી છોડી દીધી કારણ કે તે UPSCની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયો હતો. પહેલાં તેણે Btechની ડિગ્રી મેળવી છે. સનોજ IAS અધિકારી બનવા ઉપરાંત આગામી દિવસોમાં જૈવિક અને પ્રાકૃતિક ખેતી તેમજ વૃક્ષ સંરક્ષણ અને પ્લાસ્ટિકનાં ઉપયોગની કમી લાવવા અંગે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.
શું હતો ૧ કરોડનો સવાલ? —
સનોજ રાજને પૂછવામાં આવેલો એક કરોડનો સવાલ હતો કે, ‘નીચેનામાંથી ક્યાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પિતા મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે?’

સવાલનો જવાબ હતો – હાલના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના પિતા! કેશવચંદ્ર ગોગોઇ ૧૯૮૨માં બે મહિના સુધી આસામના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હતા, જેઓ કોંગ્રેસમાં હતા. આ સવાલનો જવાબ સનોજ રાજે આપી દીધો હતો.
૭ કરોડના સવાલમાં કારી ન ફાવી —
સનોજ રાજે સાત કરોડના સવાલનો જવાદ દેવાનું મુનાસિબ ન માનતા રમત છોડી દીધી હતી. જે સાત કરોડના સવાલ પર સનોજે અટકીને ગેમ છોડી દીધી હતી તે ક્રિકેટને લગતો હતો. પૂછવામાં આવેલું કે, ‘ડોન બ્રેડમેને ક્યાં ભારતીય બોલરની બોલ પર ૧ ૨ન લઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું ૧૦૦મું શતક પૂર્ણ કરેલું?’
આ સવાલનો જવાબ હતો : ગોગુમલ કિશનચંદ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks