...
   

90 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યાં છે 1-2 નહીં પણ 4 શુભ યોગ- જાણો રાખડી બાંધવાનું શુભ મૂર્હુત

ભાઈ-બહેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન આવવાનો છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈની રક્ષા માટે તેમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને તે તિલક લગાવે છે તેમજ લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે. ભાઈને રાખડી બાંધવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જો કે આ વખતે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રાનો સાયો છે.

કહેવાય છે કે ભાઈને ભદ્રાકાલમાં રાખડી ન બાંધવી જોઈએ. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. પરંતુ ભદ્રા 18 ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ શુક્લ ચતુર્દશીના રોજ બપોરે 2.21 વાગ્યાથી શરૂ થશે. તે શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર 19 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે. આ પછી જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે. ભદ્રાકાળ પછી જ બહેનોએ ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ.

રાખડી બાંધવાનો શુભ સમયઃ 19 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 1:30 વાગ્યા પછી…

આ વર્ષે લગભગ 90 વર્ષ બાદ રક્ષાબંધન પર ચાર શુભ સંયોગો બની રહ્યા છે. આ મહાન સંયોગો જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ: આ સર્વાર્થ સિદ્ધિ યોગ શુભ કાર્યો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને 19 ઓગસ્ટ, 2024 ના રોજ સવારથી રાત્રે 8:40 વાગ્યા સુધી રહેશે.
રવિ યોગઃ રવિ યોગને શુભ કાર્યો માટે લાભદાયક માનવામાં આવે છે.
શોભન યોગઃ આ યોગ શુભ અને સુંદરતાનું પ્રતિક છે.
શ્રવણ નક્ષત્રઃ આ નક્ષત્રને શુભ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Shah Jina