
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્લી વચ્ચે ભારતની પહેલી ખાનગી ‘તેજસ ટ્રેનને’ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી હતી. તેજસ એક્સપ્રેસ ભારતની પહેલી ખાનગી ટ્રેન છે. ભારતની આ પહેલી ખાનગી ટ્રેન દિવસના 6 દિવસ લખનૌ-નવી દિલ્લી વચ્ચે દોડશે.
દેશમાં ચાલનારી બધી ટ્રેન ઇન્ડિયન રેલવે જ ઓપરેટ કરે છે. પરંતુ તેજસ એક આવી ટ્રેન છે તેજસનું બુકીંગ તમે આઈઆરસીટીસી પરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકો છો. હાલ તો તેજસ એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે રાખવામાં આવી છે કારણકે ભારતીય રેલવે પ્રાઇવેટ ઓપરેટર્સ દ્વારા ટ્રેન ચલાવી શકે છે કે નહિ?
आज आधुनिकतम सुविधाओं से युक्त दिल्ली-लखनऊ ‘तेजस एक्सप्रेस’ का उद्घाटन मुख्यमंत्री @mYogiAdityanath जी द्वारा किया गया।
तेजस की विशेषतायेंः
– विलंब होने पर मुआवजा
– यात्रियों का 25 लाख निशुल्क बीमा
– तेज गति, यात्रा समय 6 घंटे 15 मिनट
– इंफोटेनमेंट और भोजन व्यवस्था pic.twitter.com/EOfes5uvWD— Piyush Goyal (@PiyushGoyal) October 4, 2019
અત્યાધુનિક સુવિધાઓ સાથેની આ ટ્રેન દિલ્લી અને લખનૌ વચ્ચે દોડશે. આ ટ્રેન વારે 6:30 લખનૌથી ઉપડી 12:25 વાગ્યે દિલ્લી પહોંચશે. પરત ફરતા આ ટ્રેન સાંજે 4:30 વાગ્યે દિલ્લીથી ઉપડી રાતે 10:45 વાગ્યે લખનૌ પહોંચશે. આ ટ્રેનનો નં 82501/82502 છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. મંગળવારે આ ટ્રેન નહીં દોડે.
તેજસ ટ્રેનની સુવિધાની વાત કરવામાં આવે તો ઓ આ ટ્રેન 1 કલાક મોડી થઇ તો 100 રૂપિયા અને 2 કલાકથી વધુ લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરી કરનાર દરેક મુસાફરોને 25 લાખનો વીમો મફત આપવામાં આવશે.
તેજસ ટ્રેનના મુસાફરોને ઘરેથી પીકઅપ-ડ્રોપ સુવિધા પણ મળશ. એટલે કે, પેસેન્જરના ઘરથી સમાન ઉઠાવીને તેની સીટ નીચે રાખી દેવામાં આવશે. યાત્રા પૂર્ણ થયા બાદ ફરીથી તમને ઘર પહોંચાડી દેવામાં આવશે. આ સુવિધા ફ્રી નથી તેના માટે તેને પૈસા ચૂકવવા પડશે.
Maiden run of Lucknow-New Delhi-Lucknow #TejasExpress. The professional staff has been deployed to provide food & beverage services to the valued passengers on-board. pic.twitter.com/YqF8C7bwQd
— IRCTC (@IRCTCofficial) October 4, 2019
આ ટ્રેનની ટિકિટ ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ અથવા રેલકનેક્ટ એપથી જ બુક થશે. આ ટિકિટ તમને રેલવે કાઉન્ટર પરથી નહીં મળે.
આ ટ્રેનમાં કોઈ તત્કાલ-પ્રીમિયમ કોટા નહીં રહે. આ ટિકિટ 60 દિવસ પહેલા તમે બુક કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે આખો ડબ્બો પણ બુક કરી શકો છો.જો તમે આ ટ્રેનની ટિકિટ કેન્સલ કરવો છો તો તમારા પૈસા કપાશે.
આ ટ્રેનના પેસેન્જરોને પ્લેન જેવી સુવિધા આપવામાં આવશે. આ ટ્રેનમાં ખાવાં માટે નાસ્તો, સારી ક્વોલિટીનું ફૂડ અનેપાણી મળશે. આ ટ્રેનમાં ચા-કોફીના મશીન પણ રાખવામાં આવશે. આ ટ્રેનમાં સવારે વેલકમ ચા સાથે નાસ્તો અને સાંજે ટ્રેનમાં ચા અને ડિનરન સુવિધા આપવામાં આવશે. તેના માટે કોઈ અલગ પૈસા ચૂકવવા નહીં પડે.
આ ટ્રેનમાં દરેક સ્ક્રીન પર એલઇડી સ્ક્રીન,ઓનબોર્ડ વાઇફાઇ સર્વિસ, મોબાઈલ ચાર્જિંગ, રીડિંગ લાઇટ્સ જેવી સુવિધા આપવામાં આવશે. આ સાથે જ આ ટ્રેનના દરેક કોચમાં એક મીની પેન્ટ્રી કર પણ હશે.
Chief Minister of Uttar Pradesh Yogi Adityanath flags off IRCTC run Lucknow-Delhi Tejas Express train. Railway Board Chairman Shri V.K.Yadav was also present on the occasion. pic.twitter.com/POO6e78Ie4
— Ministry of Railways (@RailMinIndia) October 4, 2019
આ ટ્રેનમાં 2 પ્રકારના કોચ હશે. એક્ઝ્યુકિટિવ ચેર કાર અને એસી ચેર કાર. આ ચેર કારના 9 કોચ અને એક્ઝ્યુકિટિવ એસી ચેર કારનો 1 કોચ હશે.એક્ઝ્યુકિટિવ ચેર કારમાં 56 સીટ જયારે એસી ચેર કારમાં 78 સીટ હશે.આ કોચના દરવાજા પર સેન્સર લગાડવાયા આવ્યા છે. જો કોઈ નજીક આવશે તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે.
આ દરવાજા ઓટોમેટિક છે ફક્ત રેલવે સ્ટેશન પર જ ખુલશે. તેનો કંટ્રૉલ લોકો પાયલોટ એટલે કે ટ્રેનના ડ્રાઈવર પાસે જ રહેશે.
આ ટ્રેનમાં કોઈ પ્રકારની છૂટ, વિશેષાધિકાર અને ડ્યુટીપાસે નહીં ચાલે. આ ટ્રેનમાં લખનૌથી દિલ્લી એસી ચેરના ટિકિટનું શરૂઆતની કિંમત 1125 છે. જેમાં 895 બેઝ ફેર, 185 રૂપિયા કેટરિંગ અને 45 રૂપિયા જીએસટી જયારે એક્ઝ્યુકિટિવ ચેર કારમાં શરૂઆતની ભાડું 2310 રૂપિયા છે. જેમાં 1955 બેઝ ફેર, 99 રૂપિયા જીએસટી અને 245 કેટરિંગ છે.
त्यौहार पर रेल यात्रियों के लिए सरकार का तोहफा: रेलवे ने फ्लेक्सी फेयर के मूल को अधिकतम 1.5 गुना से घटाकर 1.4 गुना करने का फैसला किया है, साथ ही 50% से कम बुकिंग होने वाली ट्रेनों पर फ्लेक्सी फेयर को पूरी तरह से हटा दिया जाएगा। pic.twitter.com/5XuCeDKbS6
— Piyush Goyal (@PiyushGoyal) October 31, 2018
આ ટ્રેનમાં દિલ્લીથી લખનૌ એસી ચેરના ટિકિટનું શરૂઆતની કિંમત 1280 છે. જેમાં 895 બેઝ ફેર, 340 રૂપિયા કેટરિંગ અને 45 રૂપિયા જીએસટી જયારે એક્ઝ્યુકિટિવ ચેર કારમાં શરૂઆતની ભાડું 2450 રૂપિયા છે. જેમાં 1966 બેઝ ફેર, 99 રૂપિયા જીએસટી અને 385 કેટરિંગ છે.આ ટ્રેનનું ભાડું એરલાઈન્સની જેમ ડાયનેમિક ફેર લાગશે. જેવી રીતે સીટ બુક થતી જશે તેવી રીતે ભાડું વધતું જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.