2020 વર્ષની ઉજવણી બૉલીવુડ સેલેબ્સ અલગ-અલગ રીતે કરી હતી. કોઈએ વેકેશનનો આનંદ માનીને તો કોઈએ પરિવાર સાથે નવા વર્ષને સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે ક્રુઝ પર સગાઈ કરી લીધી હતી. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
ક્રિકેટર હાર્દિક પંડ્યા રમતની સાથે સાથે તેની લવ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ અનેક હિરોઇનો સાથે જોડાઈ ચૂક્યું છે. ઘણા સમયથી એવી ખબરો આવી રહી છે કે તે ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. ભારતીય ગુજરાતી ક્રિકેટર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પણ સોશિયલ મીડિયાની મદદથી તે પોતાના ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહે છે.
હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. અને તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું છે.
જે બાદ ઉર્વશીએ સ્પષ્ટતા કરી હતી કે તેનું કોઈ અફેર નથી અને તે ફક્ત કામ પર ધ્યાન આપી રહી છે. તો બીજી તરફ હાર્દિક પંડયા થોડા સમય પહેલા અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે દુબઇમાં રોમેન્ટિક રજાઓ ગાળી હતી.
આની પહેલા હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિક સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘આ વર્ષની શરૂઆત પોતાના ફટાકડા સાથે કરી રહ્યો છું.’ હાર્દિક આ ફોટોને ઇન્ટરનેટ પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે કપલ્સને શુભકામના પણ પાઠવી રહ્યા છે.
View this post on Instagram
એન્ટરટેનમેન્ટ વેબસાઇટ સ્પોટબોય અનુસાર, હાર્દિક હાલમાં નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. થોડા દિવસ પહેલા બંને દુબઈમાં વેકેશન માણવા ગયા હતા. હાર્દિક અને નતાશા ઘણા સમયથી દુબઈમાં રજાનો પ્લાન બનાવી રહયા હતા, આખરે તેઓ દુબઈ પહોંચ્યા અને ક્વોલિટી ટાઈમ ગાળતાં જોવા મળ્યાં.
View this post on Instagram
નતાશા અને હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર દુબઈથી ફોટા શેર કર્યા હતા. હાર્દિક બીચ પર ઉભો જોવા મળી રહ્યો હતો, જ્યારે નતાશા સ્વિમિંગ પૂલની નજીક આરામના મૂડમાં દેખાઈ રહી હતી. જોકે, આ બંનેએ પોતાની એકલી તસ્વીરો જ શેર કરી હતી.
View this post on Instagram
જાણકારી અનુસાર, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. આ બંનેના સંબંધની ચર્ચા ઓગસ્ટ 2019થી ચાલી રહી હતી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે મળાવી હતી. પાર્ટીમાં હાર્દિકનો ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુરી શર્મા પણ હાજર હતા. બંનેએ પોતાના સંબંધને જાહેર કર્યા ના હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે ફિલ્મો સિવાય નતાશા તાજેતરમાં રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં જોવા મળી હતી. મૂળ સર્બિયાની નતાશાનું નામ પણ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું.
View this post on Instagram
ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ઓલરાઉન્ડર જે પોતાની રમતના કારણે તો ચર્ચામાં રહ્યો જ છે સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે.
View this post on Instagram
ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે તેના જીવનમાં પણ ઘણી બધી પ્રખ્યાત છોકરીઓની પણ એન્ટ્રી થઇ હતી, પરંતુ એ બધામાંથી કોઈ હાર્દિકના જીવનસાથી બનવા સુધી ના પહોંચી શકી ના હતી.
પરંતુ હાલમાં જ એક અભિનેત્રી સાથે હાર્દિક ચર્ચામાં આવ્યો અને તેના લગ્ન પણ આ આભિનેત્રી સાથે જ થઇ શકે છે એવું પણ ચર્ચામાં આવ્યું છે તેની પાછળનું કારણ એ છે કે આ અભિનેત્રીને હાર્દિક પોતાના ઘરે પણ લઇ ગયો અને પોતાના પરિવારજનો સાથે પણ મળાવી. હાર્દિકના પરિવારને આ અભિનેત્રી પસંદ પણ આવી ગઈ છે.
નચ બલિયેમાં નતાશા પોતાના જૂના બોયફ્રેન્ડ એલીઓ ગોની સાથે પણ જોવા મળી હતી. થોડા સમય પહેલા જ હાર્દિક નતાશાને પોતાના ઘરે પણ લઈ જઈને પોતાના પરિવારને મળાવી હતી.
તેના પરિવારને પણ નતાશા ખુબ જ પસંદ આવી અને હાર્દિકના નતાશા સાથે લગ્ન કરવા ઉપર તેમને કોઈ વાંધો પણ નથી. જો નતાશા સાથે બધું જ બરાબર રહેશે તો ટૂંક સમયમાં હાર્દિકના ઘરે પણ લગ્નનું ઢોલ ગુંજી ઉઠશે એમાં નવાઈ નથી.
“મારા સૌથી પ્રિય મિત્ર… સૌથી મજબૂત અને સુંદર આત્મા… આ વર્ષ તમારા માટે રોલર કોસ્ટર સમાન રહ્યું છે. કેટલીક સારી બાબતો પણ બની અને કેટલીક ખરાબ પણ પરંતુ એને તમને મજબૂત બનાવ્યા.
તમે અમારા સૌના માટે એક પ્રેરણા સમાન છો. તમે તમારા પોતાના માટે જે પણ કઈ કર્યું છે એના માટે અમને તમારા ઉપર ગર્વ છે.”
નતાશાન લઈને ઘણા લોકો જાણવા માટે આતુર છે, આજે સોશિયલ મીડિયામાં નતાશા ટ્રેન્ડિંગમાં છે. લોકો તેને ગૂગલમાં સર્ચ કરી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં થયો હતો. સર્બિયામાં જન્મેલી અને ભણેલી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરે નતાશાએ મોર્ડન સ્કૂલ ઓફ બૈલેમાં એડમિશન લીધું હતું. 2010માં તેને મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યો હતો.
મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ નતાશાએ એક્ટિંગ અને ડાન્સમાં કરિયર બનાવવાનું વિચારી લીધું હતું. નતાશાએ તેના સપનાને પુરા કરવા માટે 2012માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 27 વર્ષની નતાશા એક્ટ્રેસ, મોડેલ અને ડાન્સર છે. નતાશાએ પ્રકાશ ઝા નિર્દેશિત ફિલ્મ સત્યાગ્રહથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી.
નતાશા સલમાન ખાનના શો બિગ બોસ -8માં પણ નજરે આવી હતી. આ દરમિયાન તે એક મહિના સુધી ઘરમાં રહી હતી. નતાશાએ ફિલિપ્સ, કેડબરી, જોનસન જેવી બ્રાન્ડ માટે એક મોડેલના રૂપમાં કરિયરની શરૂઆત કરી હતી, નતાશા બાદશાહના એક મ્યુઝિક વિડીયો’ બંદુક’માં પણ નજરે આવી હતી. નતાશા અર્જુન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં પણ નજરે આવી હતી.
View this post on Instagram
નતાશાને અસલી પહેચાન તો સિંગર બાદશાહના મ્યુઝિક વિડીયો ‘ડીજે વાલે બાબુ’ થી મળી હતી. આ ગીતએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. નતાશાએ પણ આ મ્યુઝિક વિડીયો થી ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નતાશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નતાશાના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.