જે કારની ખૂબ જ રાહ જોવાઈ રહી હતી એવી ગાડી Hyundai KONA ભારતમાં લોન્ચ થઇ ચુકી છે. Hyundaiએ પોતાની ઓલ ઇલેક્ટ્રિક કાર KONA લોન્ચ કરી દીધી છે. કંપનીના દાવા અનુસાર, આ ગાડી એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ 452 કિલોમીટર સુધી ચલાવી શકાશે. આ એક ઇલેક્ટ્રિક એસયુવી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 25.30 લાખ રૂપિયાથી શરુ થાય છે. જો કે આ કારની ખરીદી પર 12 ટકા જીએસટી આપવું પડશે એટલે જીએસટી સાથે આ કારની કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થશે. જો કે સરકારની ફેજ-2 સ્કીમ અંતર્ગત 2.50 લાખ રૂપિયાની છૂટ મળશે. જયારે રજીસ્ટ્રેશન ચાર્જ અને બીજા અન્ય ચાર્જ પણ ભરવા પડશે.

કંપની આ ગાડીની ખરીદી પર બે ચાર્જર ફ્રીમાં આપશે, જેમાં એક પોર્ટેબલ ચાર્જર હશે જેનાથી ઘરની બહાર ગાડી કશે પણ ચાર્જ કરી શકશો, અને બીજું એસી વાલ બોક્સ ચાર્જર હશે. આ ગાડીને લગભગ 1 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાશે, પરંતુ એ માટે 50kW DC ફાસ્ટ ચાર્જરની જરૂર પડશે. ગાડીને જો સ્ટાન્ડર્ડ AC સોર્સથી ચાર્જ કરશો તો 6-7 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જશે. જે પોર્ટેબલ ચાર્જર છે, તેને સામાન્ય 3 પિન વાળા 15 એમ્પીયર સોકેટમાં લગાવીને ચાર્જ કરી શકાશે અને બોક્સ ચાર્જરથી ગાડીને 1 કલાકમાં 50 કિલોમીટર સુધી ચાલવા માટે ચાર્જ કરી શકાશે.

આ ગાડીની ખરીદી પર Hyundai Home Charger આપશે અને તેને ગ્રાહકના ઘરે લગાવવામાં મદદ કરશે. સાથે જ ચાર્જિંગ માટે ડેમો પણ આપશે. સાથે જ ગ્રાહકો માટે ડીલરશિપમાં ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. સાથે જ બહારના ચાર મોટા શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોરમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ પાસે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે, જ્યા આને ચાર્જ કરી શકાશે.
આ ગાડીમાં ત્રણ ડ્રાઈવ મોડ આપવામાં આવ્યા છે – Eco, Comfort અને Sport. આમાં વન-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. આમાં કોઈ મેન્યુઅલ સિસ્ટમ નથી. આ ગાડીની બેટરી પર 8 વર્ષ અને 1,60,000 કિલોમીટરની વોરંટી મળશે. આ ગાડીની ડિઝાઈનની વાત કરીએ તો આગળ એલઇડી ડે-ટાઈમ રનિંગ લાઈટ મળે છે. સાથે જ લો માઉન્ટેડ હેડ લેમ્પ્સ પણ છે.

Hyundai KONAમાં 100kWની મોટર આપવામાં આવી છે અને આ કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હશે. જે 131 bhp પાવર આપે છે અને કંપનીએ કરેલા દાવા અનુસાર, આ ફક્ત 9.7 સેકન્ડમાં જ 0થી 100ની સ્પીડ પકડી શકશે. સેફટી માટે આ ગાડીમાં મેંજ એબીએસ સાથે ઈબીડી આપવામાં આવ્યું છે. હિલ એસિસ્ટેડ, ડિસ્ક બ્રેક, વર્ચ્યુઅલ એન્જીન સાઉન્ડ સિસ્ટમ અને 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે.
આ કારના ઇન્ટીરિયરની વાત કરીએ તો મોબાઈલ ફોન માટે વાયરલેસ ચાર્જિંગનો વિકલ્પ મળે છે. સાથે જ આમાં ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. લેધરની સીટ, ઇલેક્ટ્રિક સનરૂફ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક પણ આપવામાં આવ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks