ધાર્મિક-દુનિયા

જય માતાજી: જાણો માતા સંતોષીના પ્રાચીન ઇતિહાસ અને વાસ્તવિક મંદિર વિશે

આમ જોઈએ તો સંતોષી માતાના દુનિયામાં ઘણા પ્રાચીન મંદિર સ્થાપિત છે, કે જ્યાં મા સંતોષી વિરાજમાન છે. પરંતુ માન્યતા અનુસાર રાજસ્થાનમા જોધપુરમા સંતોષી માનું એક ખૂબ જ વિખ્યાત મંદિર આવેલું છે. અને આ જ મંદિરને સંતોષી માનું વાસ્તવિક મંદિર માનવામા આવે છે. અહી આખા વિશ્વમા માતાના શક્તિ રૂપની પુજા કરવામા આવે છે. તેમજ અહી માતાના ભક્તિ રૂપની પણ આરાધના કરવામા આવે છે. આ મંદિર પ્રગટ માતા સંતોષીના મંદિરના નામથી વિખ્યાત થયેલ છે.

આ મંદિર મંડોરના માર્ગમા સ્થિત છે અને અહી પ્રાકૃતિક સોંદર્યને નિહાળી શકીએ છીએ. મંદિરની બાજુમા જ લાલસાગર નામનું સરોવર છે, જે મંદિર પાસે હોવાને કારણે ખૂજ પ્રચલિત છે અને તેની આજુબાજુ હરિયાળી છવાયેલી છે. આ પ્રાચીન મંદિરની આસપાસ વડ, પીપળો અને લીમડાના ખૂબ જ મોટા વૃક્ષ છે. આ મંદિરની ઉપરથી પર્વત માળાઓનું ખૂબ જ રમણીય દ્રશ્ય જોવા મળે છે. અહી દર્શન કરવા આવતા ઘણા લોકો કહે છે કે આ પર્વતોને જોઈએને એવું લાગે છે કે જાણે શેષનાગ પોતાની ફેણથી સંતોષી માતાને છાયા પ્રદાન કરી રહ્યા હોય.

પર્વતની અંદરના ઉપરના ભાગમાં પ્રાકૃતિક રૂપથી માતા અને સિંહના ચરણકમળની પ્રતિકૃતિ દેખાય છે. મંદિરની બાજુમાં જ એક અમ્રુત કુંડ આવેલું છે. અહી એક ખૂબ જ વિશાળ વૃક્ષ છે, જેનો આકાર ઘણા વર્ષોથી એક જેવો રહ્યો છે. તેમજ અહી એક ઝરણું પણ છે, જ્યાં શિવની મુર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

મંદિરના પ્રાંગણમાં પણ એક વિશાળ વૃક્ષ છે. જે નીમ નારાયણના નામથી જાણીતું છે. આ વૃક્ષ પણ ઘણા વર્ષોથી લીમડાથી ભરેલો છે. આ ઉપરાંત તેની ઉપર પીપળાનું વૃક્ષ પણ ઊગેલું છે. એવી માન્યતા છે કે આ વૃક્ષ પર લાલ દોરો બાંધવાથી વ્યક્તિની દરેક માનતાઓ પૂરી થાય છે.

ઇતિહાસ

આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. જેમ-જેમ આ મંદિર વિશેની માન્યતાઓ વધતી ગઈ તેમ-તેમ મંદિરનું સ્વરૂપ પણ બદલાતું ગયું છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આ મંદિરમાં કોઈ પૂજારી જ નથી. દરેક મંગળવારે માતા વૈષ્ણો દેવી અને દરેક રવિવારે માતા સંતોષી દેવીની ચૌકી હોય છે. નવરાત્રિના દિવસોમાં રાતના 2 વાગ્યા સુધી દુર્ગા સપ્તસતીના પાઠ રાખવામાં આવે છે. યાત્રાળુની મદદ માટે અહી 900 જેટલા સેવકો છે. અને બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી ભંડાર પણ ખુલ્લો હોય છે.

વિશેષતા

એવું માનવામાં આવે છે કે અહી સંતોષી માતા સહજ રૂપે પ્રગટ થઈને ભક્તોને દર્શન આપ્યા હતા. કારતક અને ચૈત્ર મહિનામાં અહી 15 દિવસનો મેળો ભરાય છે. આ મેળા સિવાય પણ અન્ય બીજા ચાર સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરમાં માતાની અષ્ટ ધાતુની બનેલી વિશાળ મુર્તિ છે. ચોવીસ કલાક અહી અખંડ જ્યોતિ પ્રજાવલિત રહે છે. અહી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના પૂરી થયા પછી ભક્ત ફરી વૃક્ષને બાધેલ લાલ દોરો ખોલવા માટે પણ આવે છે.

માતાનો શૃંગાર

માતાના શૃંગારમાં દરરોજ તાજા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. માતાના વસ્ત્રોને દરરોજ બદલવામાં આવે છે. ઘરેણાંની ડિઝાઇન પણ સમય-સમય પર બદલવામાં આવે છે.

આ મંદિરમાં માતાના દર્શન આખો દિવસ ખુલ્લા હોય છે. અહી દિવસમાં બે વખત માતાની આરતી કરવામાં આવે છે. દરેક શુક્રવારે અહી ભક્તજન માતાના દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે સતત 16 શુક્રવાર સુધી માતા સંતોષીની પુજા, વ્રત અને ઉપાસના કરવામાં આવે તો ભક્તનો ભાગ્યોદય થાય છે.

આમ ભક્તના મનની મનોકામના પૂર્ણ કરનાર, મનને પાવન કરનાર અને સંતોષ પ્રદાન કરનાર માતા સંતોષીનું આ મંદિર ખૂબ જ રમ્ય અને પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks