મનોરંજન

સલમાન ખાન દર વર્ષે કેટલાં રૂપિયાનું દાન કરે છે ખબર છે ? જાણીને નવાઈ લાગશે તે નક્કી

એક બાર કમિટમેન્ટ કર દી, ઉસકે બાદ મેં અપને આપ કી ભી નહીં સુનતા. આ ડાયલોગ જ સાંભળતા જ બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની યાદ આવી જાય છે. 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સલમાન ખાનને ફેન્સ ઘણી વાર દબંગ, તો ક્યારેક ચુલબુલ તો નામથી પણ ઓળખે છે. સલમાન ખાન એકટર છે તેટલો જ મોટો દરિયાદિલ માણસ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Being Human Clothing (@beinghumanclothing) on

53 વર્ષની ઉંમરે પણ સલમાન ખાનનો ઝલવો યથાવત છે. હાલમાં જ સલમાન ખાને તેનો 54મોં જન્મદિવસ મનાવ્યો છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને પડદા પર દબંગ,કિક, એક થા ટાઇગર, મૈને પ્યાર કયું કિયા, અને હમ આપકે હૈ કોન જેવી ફિલ્મોમાં એક્ટિંગ કે કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ તેની માણસાઈ અને વ્યક્તિત્વને બહુ ઓછા લોકો જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જણાવી દઈએ કે, સલમાન ખાન તેની કમાણીના 90 ટકા રકમ ચેરિટી પાછળ ખર્ચે છે. સલમાન ખાનના બેન્ક એકાઉન્ટને લઈને થોડી વાત જાણીને તમે હેરાન થઇ જશો. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને કયારે પણ બેંકના ચેકમાં સાઈન નથી કરી. સલમાન ખાનની બહેન અલવીરાનું માનીએ તો સલમાન ખાનને પૈસામાં બિલકુલ રસ નથી.સલમાન ખાનને  ત્યાં સુધી ખબર નથી કે તેની પાસે કેટલા પૈસા છે.

 

View this post on Instagram

 

A post shared by Being Human Clothing (@beinghumanclothing) on

સલમાન ખાને વર્ષ 2007માં being humanની સ્થાપના કરી હતી. પહેલાં પ્રોજેક્ટમાં 300 જરૂરિયાતમંદ બાળકોને દત્તક લીધા હતાં. 2010માં સલમાન ખાન બોન મૅરો કોન્ફરન્સમાં હાજર રહ્યો અને તેમાં બોન મૅરોની જરૂર હોવાની વાત કહેવામાં આવી હતી. સલમાને પોતાનો બોન મૅરો ડોનેટ કર્યો હતો. being human પહેલા પણ સલમાન ખાન બાળકોની વ્હારે આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Being Human Clothing (@beinghumanclothing) on

સલમાન ખાનની being human મોંઘી વસ્તુઓ વેચવાને લઈ ટ્રોલ કરવામાં આવે છે. 2016માં being human ટીશર્ટ, ટોપી તથા અન્ય વસ્તુઓ વેચીને 300 કરોડની કમાણી કરી હતી, જેને કારણે બાળકોને મદદ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Official Being Human (@officialbeinghuman) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન ખાનને એક વાર બાળક બુક્સ ખરીદવા માટે વિનંતી કરી રહ્યો હતો. જણાવી દઈએ કે, સલમાન ખાન કયારે પણ પોતાની પાસે પૈસા રાખતો નથી હંમેશા તે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જ રાખે છે. આ સમયે સલમાન પાસે પૈસાના હોવા છતાં તેને બોડીગાર્ડ પાસેથી ઉછીના પૈસા લઇને આ બાળકો પાસે બુક ખરીદી હતી.

 

View this post on Instagram

 

A post shared by Official Being Human (@officialbeinghuman) on

સલમાન ખાને પુલવામા એટેક વખતે શહીદ પરિવારને 22 લાખ રૂપિયા આપ્યાં હતાં. સલમાન જ્યારે પણ દેશ પર આપત્તિ આવે કે પછી ખેડૂતોને પૈસાની જરૂર હોય ત્યારે આપતો જ રહે છે. સલમાન ખાને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી જાય તે માટે તેને 200 એમ્બ્યુલન્સ પણ આપી છે. જયારે પણ લોકોએ સલમાન ખાન પાસેથી મદદ માટે હાથ લંબાવ્યો હતો તત્યારે સલમાન ખાને મદદ કરી છે. સલમાન ખાન કેન્સરથી પીડિત બાળકો માટે પણ લગાતાર મદદ કરી છે, આટલું જ નહીં સલમાન ખાને કેરળમાં આવેલા પૂરપીડિતો માટે પણ ડોનેશન આપ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.