આર્યન ખાન સાથે NCBએ જેની ધરપકડ કરી છે તે મુનમુન ધામેચા આખરે છે કોણ ?

NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારના રોજ ડગ લેવાના આરોપમાં બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યન ખાન સાથે સાથે અન્ય 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં બે નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમાં એક નામ છે અરબાઝ મર્ચેંટ અને બીજુ નામ છે મુનમુન ધામેચા. અરબાઝ મર્ચેંટને તો આર્યન ખાનનો મિત્ર જણાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તે જ ક્રૂઝ પર આર્યન ખાનને લઇને આવ્યો હતો.

અરબાઝની તસવીરો આર્યન ખાનની બહેન સુહાના ખાન ઉપરાંત અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે પણ સોશિયલ મીડિયા પર છે. એવામાં વધારે લોકો એ જાણવા માંગે છે કે આખરે આ બંને ઉપરાંત ધરપકડ કરવામાં આવેલી યુવતિ મુનમુન ધામેચા છે કોણ ?

જણાવી દઇએ કે, મુનમુન ધામેચા 23 વર્ષની છે અને તે મુંબઇની નહિ પરંતુ મધ્ય પ્રદેશની રહેવાસી છે. તેના વિશે વધારે વિગત અથવા તો કોઇ જાણકારી નથી આવી પરંતુ એવું કહેવામાં આવે છે કે તે મધ્ય પ્રદેશના કોઇ મોટા બિઝનેસમેનની દીકરી છે. તે એક ફેશન મોડલ છે.

 

View this post on Instagram

 

A post shared by Monarch Dhamecha (@munmundhamecha)

આ ફિલ્ડમાં હોવાને કારણે તે કદાચ મોટા મોટા સેલિબ્રિટીઓના સંપર્કમાં છે, એવું કહેવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર મુનમુનની ઘણા સેલેબ્સ સાથે તસવીરો છે. મુનમુન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Monarch Dhamecha (@munmundhamecha)

મુનમુને સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તેની લંબાઇ 5 ફૂટ 10 ઇંચ જણાવી છે. આ સાથે જ તેણે તેની મોડલિંગ ફોટોશૂટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મુનમુનને ઘણા બોલિવુડ સેલેબ્સ સાથેની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, આ તસવીરોમાં તે અર્જુન રામપાલ, વરુણ ધવન, નિખિલ ચિનપ્પા, ગુરુ રંધાવા જેવા સેલેબ્સ સાથે જોવા મળી રહી છે.

Shah Jina