શું તમને ખબર છે જયા કિશોરીના જીવનના આ સીક્રેટ, જેનાથી અત્યાર સુધી બધા હતા અજાણ

જયા કિશોરીને કોની સંગત છે વધારે પસંદ ? આજે પણ નથી ભૂલી પિતાની આ સીખ

મશહૂર મોટિવેશનલ સ્પીકર જયા અને કથાવાચક જયા કિશોરીને આજે કોઇ ઓળખની જરૂર નથી. લાખોની સંખ્યામાં તેના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે. મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે જયા કિશોરીના શબ્દોને અનુસરી શકાય. જયા કિશોરીએ જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેના કારણે જયા કિશોરી ઘણી ફેમસ થઈ ગઈ છે. જયા કિશોરીએ એ જણાવ્યું હતુ કે તેને તેના પિતાની શીખ હજુ પણ યાદ છે જે તેને બાળપણમાં આપવામાં આવી હતી.

આ સિવાય જયા કિશોરીએ એ પણ ખુલાસો કર્યો છે કે તે કોની સાથે રહેવાનું પસંદ કરે છે. હંમેશા તે કોની સંગતમાં રહે છે ? જયા કિશોરીના કહેવા પ્રમાણે, તેના પિતાએ તેને બાળપણમાં શીખવ્યું હતું કે સમય કિંમતી છે. જે પણ સમય બર્બાદ કરે છે, આગળ ચાલીને સમય તેને બર્બાદ કરી દે છે. આ માટે ક્યારેય સમયની બર્બાદી ન કરવી જોઇએ. જયા કિશોરી કહે છે કે આ કારણે તે ક્યારેય સમયને વેડફતી નથી. તે હંમેશા કંઈકને કંઈક પ્રોડક્ટિવ કરતી રહે છે. દરેક વ્યક્તિએ સમયનો સદુપયોગ કરતા શીખવું જોઈએ.

આ સિવાય જયા કિશોરીએ એ પણ જણાવ્યું કે તે હંમેશા કોની સંગતમાં રહે છે. જય કિશોરીના મતે સારાની સંગતમાં રહીશું તો સારું થશે અને ખરાબની સંગત મળે તો ખરાબ થાય છે. તેથી જ જયા કિશોરી હંમેશા ભગવાનના સંગતમાં રહે છે. ભગવાનથી સારી સંગત બીજા કોઈ નથી. કેટલાક દિવસો પહેલા જયા કિશોરીની બાગેશ્વર સરકાર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના લગ્નની અફવા ઉડી હતી અને તેને કારણે બંને ઘણા ચર્ચામાં આવી ગયા હતા.

ખૂબ જ નાની ઉંમરમાં આટલી સફળતા મેળવનારી જયા કિશોરીની સુંદરતાની પણ ખૂબ ચર્ચા થાય છે. એટલું જ નહીં, લોકો તેની પ્રગતિનું રહસ્ય, તેની સંપત્તિ અને તેના પરિવાર ઉપરાંત અન્ય ઘણી બાબતો જાણવા માંગે છે. જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે અને તે આધુનિક યુગની મીરા તરીકે પ્રખ્યાત છે. તે ખૂબ જ આધ્યાત્મિક છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે. આ કારણોસર તેની સરખામણી મીરાબાઈ સાથે કરવામાં આવે છે.

જયા કિશોરીએ પંડિત ગોવિંદરામ મિશ્રા પાસેથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તે હંમેશા ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. તેમની આ ભક્તિ જોઈને તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ તેમને કિશોરી જીનું બિરુદ આપ્યું. ત્યારથી તે જયા કિશોરી તરીકે પ્રખ્યાત છે. જયા કિશોરી ગૌર બ્રાહ્મણ છે અને તેનો પરિવાર રાજસ્થાનનો છે, પરંતુ બાદમાં તેનો પરિવાર કોલકાતા શિફ્ટ થયો હતો.

જયા કિશોરીએ હજુ સુધી કોઇની સાથે લગ્ન કર્યા નથી. તેના પરિવારમાં પિતા શિવ શંકર, માતા સોનિયા અને નાની બહેન ચેતના શર્મા છે. કહેવાય છે કે જયા કિશોરી માત્ર 7 વર્ષની હતી ત્યારે કોલકાતામાં બસંત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન આયોજિત સત્સંગમાં તેમણે ગાયું હતું અને 10 વર્ષની ઉંમરે તેમણે એકલા હાથે ‘સુંદરકાંડ’નો પાઠ કર્યો. મોટિવેશનલ સ્પીકરે કહ્યું હતુ કે તે એક દિવસ ચોક્કસ લગ્ન કરશે. તેની ઈચ્છા ગૃહસ્થ જીવનમાં રહેવાની છે. તે આખી જીંદગી કુંવારી નહીં રહે.

Shah Jina