પહેલી જ ફિલ્મમાં 21 ગંદા સીન આપવા વાળી મલ્લિકા શેરાવત આજે જીવે છે લક્ઝુરિયસ લાઈફ, નસીબ આને કહેવાય જોઈ લો PHOTOS

46 વર્ષની મોટી ઉંમરે પણ કુંવારી રહી ગઈ મલ્લિકા શેરાવત, આજે જીવે છે ભલભલાને જલસ થાય એવી લક્ઝુરિયસ લાઈફ, જુઓ ફોટા

‘ભીગે હોઠ તેરે’ વાળી મલ્લિકા શેરાવત યાદ છે તમને ? જે બોલિવુડની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે. હરિયાણાના હિસારથી તાલ્લુક રાખનારી મલ્લિકા વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે તેનું અસલી નામ રીમા લાંબા છે. તે પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવી ગઇ અને ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ગઇ. મલ્લિકા શેરાવત તેના લુક્સ સાથે સાથે બેબાક બોલ માટે પણ જાણિતી છે.

બોલિવુડમાં આવ્યા પહેલા જ મલ્લિકા શેરાવતના લગ્ન થઇ ગયા હતા, પણ આ લગ્નના 1 વર્ષ બાદ જ બંનેના રસ્તા અલગ થઇ ગયા. મલ્લિકા શેરાવતે વર્ષ 2003માં ડાયરેક્ટર ગોવિંદ મેનની ફિલ્મ ‘ખ્વાહિશ’થી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. પોતાની ફિલ્મમાં તેણે 21 કિસ સીન આપી તહેલકો મચાવી દીધો હતો. જો કે, આ ફિલ્મથી તેને શોહરત ન મળી શકી. તેને 2004માં આવેલી અનુરાગ બસુની ફિલ્મ ‘મર્ડર’થી ઓળખ મળી.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

એવું કહેવામાં આવે છે કે હરિયાણાની આ દીકરીએ ફિલ્મો માટે પોતાનું નામ બદલ્યુ અને રીમાથી મલ્લિકા કરી દીધુ. મલ્લિકા વિશે એવું કહેવામાં આવે છે કે તેણે બોલિવુડ ડેબ્યુ પહેલા લગ્ન કરી લીધા હતા. મલ્લિકાએ લવ મેરેજ કર્યા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે એરહોસ્ટેસ તરીકે કામ કર્યુ, જ્યાં તેની મુલાકાત પાયલટ કરણ સિંહ ગિલ સાથે થઇ. કરણ સાથે મિત્રતા થઇ અને પ્રેમમાં પરિણમી.તે બાદ તેઓએ લગ્ન કરી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

જો કે, આ લગ્ન લાંબો સમય ના ચાલ્યા અને બંનેના સંબંધમાં એક વર્ષમાં તિરાડ પડતા બંનેએ છૂટાછેડા લઇ લીધા. જો કે, મલ્લિકાએ ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી કર્યો અને તેણે હંમેશા પોતાને સિંગલ જ કહી છે. તેણે કહ્યું કે હંમેશા તેનું વલણ બેડ ગર્લ જેવું રહ્યું છે. અમેરિકા જતી વખતે તેનો વ્યવહાર એવો જ હતો જેવો બોલિવૂડમાં કામ કરવા માટે ઘર છોડતી વખતે હતો. અભિનેત્રીએ કહ્યું, ‘મને લાગ્યું કે હું દુનિયા જીતી શકીશ.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

હું હરિયાણાની જાટ માનસિકતા સાથે તાલ્લુક રાખુ છું. મેં બગાવત કરી, મારી સૂટકેસ પેક કરી અને બોમ્બે જવા નીકળી ગઇ. મારા નસીબે મને સાથ આપ્યો. જ્યારે હું યુએસ ગઇ હતી ત્યારે મારું એવું જ વલણ હતું. મારો આ નિર્ણય પણ સારો હતો, જ્યાં હું અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને બે વાર મળી ગતી. મલ્લિકાનો જન્મ હરિયાણાના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતા સેનાની શેઠ છજ્જુ રામના પરિવારમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાના પિતા મુકેશ લાંબાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું તેને IAS બનાવવા માંગતો હતો પરંતુ તે એક્ટિંગ કરવા માંગતી હતી. હું ઇચ્છતો ન હતો કે તે અભિનય કરે અને આનાથી ગુસ્સે થઈને મેં તેને મારી અટક લાંબી કાઢી નાખવા કહ્યું. મલ્લિકાએ બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ તાકાત બતાવી છે. મલ્લિકાએ ફિલ્મમાં જેકી ચેન સાથે કામ કર્યું છે. તેણે ‘કિસ કિસ કી કિસ્મત’, ‘મર્ડર’, ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘શાદી સે પહેલે’, ‘વેલકમ’, ‘હિસ્સ’, ‘ડબલ ધમાલ’ અને ‘બિન બુલાયે બારતી’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા છેલ્લે Rk/RKay ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે ગુલાબોની ભૂમિકા ભજવી હતી. મલ્લિકા શેરાવતે ‘મર્ડર’ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે બોલ્ડ સીન આપીને સનસનાટી મચાવી દીધી હતી. મર્ડર ફિલ્મમાં મલ્લિકા સાથે અભિનેતા ઈમરાન હાશ્મી જોવા મળ્યો હતો. મલ્લિકા ભલે મોટા પડદા પર વધુ જોવા ન મળે પરંતુ તેના ચાહકો ફરી એકવાર બોલિવૂડમાં તેની વાપસી જોવા માંગે છે.

Shah Jina