જીવનશૈલી

રોણા શેરમાં ફેમ “ગીતા રબારી” Real વિશે અજાણી અને રસપ્રદ વાતો, મોટા ભાગના લોકોને ખબર નહિ હોય!!!

ગયા વર્ષે ગુજરાતના નવસારીમાં એક કાર્યક્રમ થયો હતો જેમાં પૈસાનો વરસાદ થયો હતો. અહીં આયોજિત કરવામાં આવેલા એક લોકસંગીતના કાર્યક્રમ દરમ્યાન ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારી પર લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો.

Image Source

આ તો લગભગ ચલણ બનતું જાય છે કે જયારે ગીતાનો કાર્યક્રમ હોય ત્યારે નોટોનો વરસાદ કરતા લોકો નજરે આવે છે. થોડા સમય પહેલા યોજાયેલા તેમના એક કાર્યક્રમમાં ભારતના રૂપિયાની નોટોની સાથે ડૉલર્સની પણ વર્ષા કરવામાં આવી હતી.

Image Source

ગીતા રબારીનું કહેવું છે કે લોકો લોકસંગીતના દિવાના છે. એટલે તેમના કાર્યક્રમમાં ઘણી સંખ્યામાં લોકો આવે છે. તેમના કાર્યક્રમ પાછળ કોઈને કોઈ સમાજ કલ્યાણ સાથે જોડાયેલો ઉદ્દેશ હોય છે. ક્યારેક અનાથ બાળકો માટે ફંડ ભેગું કરવામાં આવે છે, તો ક્યારેક કોઈક મંદિર નિર્માણ હેતુ તેમનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

અહીં આપણે એ જ ગીતા રબારી વિશે વાત કરીએ છીએ કે જેને તમે ચણિયાચોળી અને ચશ્મા સાથે ‘રોણા શેરમાં રે’ ગીતમાં જોઈ છે. આ ગીતને એપ્રિલ 2017માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું જેને 1.5 કરોડથી વધુ લોકો જુદા-જુદા માધ્યમ દ્વારા જોઈ ચુક્યા છે.

Image Source

આજે તેમના ઘણા ચાહકો છે. પણ તેમને તેમના મ્યુઝિક વિડીયો કે કાર્યક્રમમાં જોઈએ તેને કરતા તેઓ હકીકતમાં ખૂબ જ અલગ દેખાય છે. હકીકતમાં તેમના ચાહકોને જો તેઓ સામે મળી પણ જાય તો પણ ઓળખી ન શકાય એટલા જુદા અને ગ્લેમરસ લાગે છે.

Image Source

તો આખરે કોણ છે આ ગીતા રબારી…

31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છના તપ્પર ગામમાં જન્મેલ ગીતા રબારીએ તેઓ પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ગાવાનું શરુ કરી દીધું હતું. તેઓએ સંગીતનું શિક્ષણ નથી લીધું. 20 વર્ષની ઉંમરમાં હવે તેને આખું ગુજરાત ઓળખે છે, તેમની લોકપ્રિયતા વધી છે, તેમ છતાં તેઓ આજે પણ તેમના ગામમાં માતા-પિતા સાથે જ રહે છે.

Image Source

માતા-પિતાની એકમાત્ર સંતાન ગીતા ભજન, સંતવાણી, ડાયરા, લોકગીત જેવા કાર્યક્રમો કરે છે. તેમને બે જ ગીતો ગાયા છે – રોણા શેરમાં રે અને એકલો રબારી જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આ સિવાય તેમને ગરબાનો આલબમ પણ કર્યો છે.

Image Source

ગીતા રબારી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ ગાય છે, અને તેમનો અવાજ સારો હોવાને કારણે આસ-પાસના ગામના લોકો તેમને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં તેમને થોડા-ઘણા પૈસા મળી જતા હતા, પરંતુ પછી તેમની પ્રસિદ્ધિ વધી અને આજે તેઓ ગુજરાતના જાણીતા કલાકારો સાથે કાર્યક્રમો કરે છે. કિંજલ દવે તો તેમની ખાસ મિત્ર પણ છે.

Image Source

ગીતા રબારીનું કહેવું છે કે તેમની પ્રસિદ્ધિથી સૌથી વધુ તેમની માતા ખુશ છે. એમના બે ભાઈઓ પણ હતા, જેમની અકાળ મોત થઇ ગયું. ‘મારી મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહિ, પણ આખું ગુજરાત મને ઓળખે છે.’ તેમને ફક્ત ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે, અને એ પછી પોતાનું બધું જ ધ્યાન ગાવા પર જ આપી રહયા છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks