ખબર

જો બેન્ક ઉઠી જાય તો તમને કેટલા રૂપિયા પાછા મળે? જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

છેલ્લા ઘણા વર્ષોથી બેન્કમાંથી લોન લઇને ડિફોલ્ટર થઇ જાય છે. આ એક સામાન્ય વાત થઇ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ બેંક અચાનક બંધ થઇ જાય તો તેના કારણે પરેશાન ના થાવ. આજે અમે તમને જણાવીશું કે, બેંકમાં દેવાળું ફૂંક્યા બાદ તેના પૈસાનું શું થાય છે? અને તમે સુરક્ષિત પગલું ઉઠાવી શકો છો.

લોકો તેના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે. પરંતુ ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના નિયમો એવા છે જે જાણવા આવશ્યક છે.

Image Source

આજે સામાન્ય માણસે તેના પૈસાને સુરક્ષિત રાખવા માટે સરકારી બેંકમાં જ પૈસા જમા કરાવવાનો આગ્રહ રાખો.
આરબીઆઈના નિયમ અનુસાર, જો કોઈપણ કારણોસર બેન્કનું લાયસન્સ રદ થઇ જાય છે તો ગ્રાહકોની જમા રકમ પર પાછા મેળવવાની કોઈ જવાબદારી નથી રહેતી. બેન્કનું લાયસન્સ હોવા છતાં બેન્ક દેવાળું ફૂંકી જાય છે તો પ્રત્યેક ખાતા ધારકને 5 લાખ રૂપિયા જ મળશે.

આરબીઆઇના નિયમ અનુસાર, બેન્કના ગ્રાહકોને જમા પૈસા પર વીમા અને ગેરેન્ટી- ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) કવર આપવામાં આવે છે. જેના માટે બેન્ક પ્રીમિયમ પણ ભરે છે. સામાન્ય રીતે બધી બેંકો વીમાનું પ્રીમિયમ ભરે જ છે. છતાં પણ ખાતાધારકને બેન્કના દેવાળા ફૂંકાયા બાદ 5 લાખથી વધુની રકમ નથી મળતી. આનો મતલબ છે કે, 5 લાખથી જેટલી પણ વધારે રકમ હોય તમારા ખાતામાં બેન્કના દેવાળા ફૂંક્યા બાદ તમને ફક્ત 5 લાખની જ રકમ પાછી મળશે. DICGCને એ વાત પર કોઈ ફર્ક નથી પડતો કે તમારા બેંકના ખાતામાં કેટલા રૂપિયા છે. આ નિયમ સરકારી, કો-ઓપરેટીવ બેન્ક પર લાગુ પડે છે.

Image Source

ગ્રાહકોના પૈસા કેટલા સુરક્ષિત છે ?

નવા નિયમ અનુસાર, કોઈ પણ વ્યક્તિ બેંકમાં 5 લાખથી વધુ પૈસા જમા કરાવશે તો ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીનું જ વીમા કવચ આપવામાં આવશે. 5 લાખથી વધુની બેન્ક કે વીમા કંપની ગેરેન્ટી નથી લેતી.

માની લો તમારા એકાઉન્ટમાં 4 લાખ રૂપિયા છે અને 1 લાખ વ્યાજ છે. તો આ સ્થિતિમાં બેંકમાં પૈસા સુરક્ષિત છે. પરંતુ જો તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે અને 1 લાખ વ્યાજ છે તો તમને ફક્ત 5 લાખ રૂપિયા જ પાછા મળશે.

જો તમારી એક બેંકની અલગ-અલગ બ્રાન્ચમાં ખાતા છે. આ અલગ-અલગ ખાતામાં રકમ જમા કરી છે તો આ સ્થિતિમાં પણ તમને 5 લાખ રૂપિયાનો જ વીમો મળશે. એટલે કે, તમારા બધા પૈસા સુરક્ષિત નથી.

Image Source

તો તમારી અલગ-અલગ બેંકમાં પૈસા જમા છે તો બાકી બેન્કમાંથી ફક્ત તમને 5 લાખ રૂપિયા જ મળશે. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, એક બેન્કમાં કોઈ પણના 5 લાખ રૂપિયા જ સુરક્ષિત છે.

જો તમે ઈચ્છો તો તમે કોઈ પણ ફાર્મ, કંપનીના ડાયરેકટર, પાર્ટનરના રૂપમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આનો ફાયદો એ થશે કે, બેંક બંધ થઇ જવા પર તમને અલગ-અલગ ખાતાનો વીમો મળશે.

Image Source

જો તમારા ખાતામાં 5 લાખથી ઓછા પૈસા છે તો નિયમ અનુસાર બેન્ક તમને એટલા જ પૈસા પાછા આપશે. ખાતામાં 1 રૂપિયાથી લઈને 5 લાખ સુધીના જમા પૈસા પર બેન્ક તમને પુરા પૈસા પરત કરશે.

ગયા વર્ષ સુધી પૈસા પાછા મળવાનો નિયમ અનુસાર, માત્ર 1 લાખ રૂપિયા જ પાછા મળતા હતા, પણ હવે નિયમ બદલાયો છે અને હવે લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.