ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામની આજે જન્મજયંતી છે. અબ્દુલ કલામ 2002માં ભારતના 11મા રાષ્ટ્રપતિ સિલેક્ટ કરાયા હતા. ભારતના મિસાઈલ મેન કહેવાતા અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો.
ભારતના દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની સંપત્તિને લઈને થોડા સમય પહેલા તેમના સંબંધીઓ વચ્ચે વિવાદ થયાની ખબર આવી હતી. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે સામાન્ય જીવનમાં ખુબ જ સીધા અને સરળ રહેલા અબ્દુલ કલામની સંપત્તિ ના બરાબર જ હતી. તેમની સંપત્તિમાં કોઈ એવી વસ્તુ નહોતી જેના ઉપર વિવાદ અથવા તો દાવેદારી થઇ શકે.

રિપોર્ટ પ્રમાણે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના જીવનમાં ફક્ત જરૂરિયાતની વસ્તુઓ જ હતી. બહુ જ બધી ભૌતિક વસ્તુઓ તેમની પાસે નહોતી. તેમની પાસે જે જરૂરિયાતની વસ્તુઓ હતી તેના આધાર ઉપર એ કહી શકાય છે કે તેમની પાસે એવું કઈ જ નહોતું જેને સંપત્તિનું નામ આપી શકાય છે.
રિપોર્ટ પ્રમાણે ડોક્ટર કલામ પાસે કોઈ સંપત્તિ નહોતી. તેમની પાસે જે વસ્તુઓ હતી તેમાં 2500 પુસ્તકો, એક રીસ્ટ વોચ, છ શર્ટ, ચાર પાયજામા, ત્રણ શૂટ અને મોજાની કેટલીક જોડીઓ હતી. હેરાનીની વાત તો એ પણ છે કે તેમની પાસે ફ્રિજ પણ નહોતું. ડોક્ટર સાહેબ પાસે ના ટીવી, ના ગાડી ના એસી પણ હતું.

અબ્દુલ કલામનું જીવન ખુબ જ સરળ હતું. ના તેમને વિલાસપુર્ણ જીવન વિતાવ્યું અને ના તે ઘોર અભાવમાં રહ્યા. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત તે રોયલ્ટી હતી જે તેમના લખેલા ચાર પુસ્તકો દ્વારા તેમને મળતી હતી. તેમને પેંશન પણ મળતું હતું.

અબ્દુલ કલામ ખુબ જ સામાન્ય જીવન જીવ્યા અને તેના કારણે જ આજે આખો દેશ તેમને નમન કરે છે. તેમને જે પણ કોઈ કાર્યો કર્યા તે બધા જ દેશ હિતમાં હતા. તેમના જેવું વ્યક્તિત્વ મળવું ખરેખર અસંભવ છે.
ડો. કલામના દર્શન સિદ્ધાંત ખુબ પ્રભાવશાળી છે.મિસાઈલ મેન અબ્દુલ કલામના આ વિચારો તમારા જીવનને આપશે નવી દિશા:
1. ઓછામાં ઓછા બે ગરિબ બાળકોને આત્મનિર્ભર બનવા માટે અભ્યાસમાં તેની મદદ કરો.
2. બીજાના આશીર્વાદ પ્રાપ્ત કરો, મા-બાપની સેવા કરો, શિક્ષક તથા મોટા વ્યક્તિનું આદર કરો, અને આપણા દેશને પ્રેમ કરો કેમ કે તેના વગર જીવન અર્થહિન છે.
3. કોઇના જીવનમાં પ્રકાશ લાવો.
4. આપવું સૌથી ઉચ્ચ શ્રેષ્ઠ ગુણ છે, પરંતુ તેને પૂર્ણતા આપવા માટે તેમની સાથે ક્ષમા પણ હોવી જોઇએ.
5. જે લોકો જવાબદાર, સરળ, ઇમાનદાર અને મહેનતુ હોય છે, તેને ઇશ્વર દ્વારા હંમેશા સન્માન મળે છે. કારણ કે તે વ્યક્તિ આ ધરતી પર ઇશ્વરની શ્રેષ્ઠ રચના છે.
6. સમય, ધૈર્ય તથા પ્રકૃતિ, દરેક પીડાઓને દુર કરવા માટે અને દરેક પ્રકારના ઝખ્મોને ભરવા માટે સૌથી શ્રેષ્ઠ ચિકિત્સક છે.
7. સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો, જે સફળતા માટે એક માત્ર રસ્તો છે.
8. પ્રત્યેક ક્ષણ રચનાત્મકતાનો ક્ષણ છે, તેને વ્યર્થ ના કરો.
9. પ્રકૃતિ પાસે સીખો ત્યાં ઘણુ બધુ છુપાયેલું છે.
10. પોતાના જીવનમાં ઉચ્ચતમ તથા શ્રેષ્ઠ લક્ષ્ય રાખો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો.
11. આપણે હસવાનું પરિધાન જરૂર પહેંરવુ જોઇએ તથા તેને સુરક્ષિત રાખવા માટે આપણી આત્માને ગુણોનું પરિધાન પહેંરાવવું જોઇએ.
અબ્દુલ કલામ, સાદું જીવન, ઉચ્ચ વિચાર તથા સખત મહેનતના ઉદ્દેશને માનવાવાળા એ મહાન પુરૂષ હતા જેણે દરેક ઉદ્દેશને પોતાના જીવનમાં સારી રીતે નિરંતર પણ કર્યા છે. તેમનું કહેવું છેકે,
“સપનું જોવું ખુબ જરૂરી છે, પરંતુ સપનું જોઇને જ માત્ર તેને હાંસલ નથી કરી શકાતું. સૌથી વધુ જરૂરી છે જીવનમાં પોતાના માટે કોઇ લક્ષ્ય રાખવું”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.