જાણો એ લેડી સિંઘમ IPS ઓફિસર વિશે જેણે એક મુખ્યમંત્રીની કરી હતી ધરપકડ, 20 વર્ષમાં 40 વાર થઇ ચૂક્યુ છે ટ્રાંસફર

20 વર્ષમાં 40 વાર IPS રૂપાનું થયું છે ટ્રાંસફર, નામ સાંભળતા જ ગુંડાઓ ધ્રુજવા લાગે છે

કર્ણાટકની IPS ઓફિસર ડી રૂપા મોદગિલ હંમેશા તેના કામને લઇને ચર્ચામાં રહે છે. ડી રૂપા કર્ણાટક કૌડરની વર્ષ 2000 બેચની IPS અધિકારી છે અને તે જેલમાં બંધ AIDMKના નેતા શશિકલાની વીઆઇપી ટ્રીટમેંટના ખુલાસાથી લઇને એમપીના મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડમાં સામેલ રહ્યા હતા.  ડી રૂપા હોમગાર્ડ એંડ એક્સ ઓફિસિઓ એડિશનલ જનરલ, સિવિલ ડિફેંસમાં એડિશનલ કમાંડેંટના પદ પર કામ કરી ચૂકી છે.

આ ઉપરાંત તેઓ ટ્રાફિક એન્ડ રોડ સેફટી વિભાગમાં કમિશ્નર અને કર્ણાટક જેલ વિભાગની ડિપ્ટી ઇંસ્પેક્ટર જનરલનું પદ સંભાળી ચૂકી છે. ડી રૂપા દેશની પહેલી મહિલા પોલિસ અધિકારી છે, જેમને 2013માં પોલિસ ડિવિઝનમાં સાઇબર ક્રાઇમની કમાન સોંપવામાં આવી હતી. ડી રૂપાની ઓળખ એવા કડક પોલિસ ઓફિસરમાં થાય છે જેમનું નામ સાંભળી બદમાશ થર-થર કાંપે છે.

કયારેક યુપીએસસીની પરિક્ષામાં ઓલ ઇન્ડિયા 43મો રેન્ક લાવ્યા બાદ IAS છોડી IPS બનનાર રૂપાનું 20 વર્ષની સર્વિસમાં 40 વાર ટ્રાંસફર થઇ ચૂક્યુ છે. રૂપાનું કહેવુ છે કે, તે સરળતાથી IAS બની શકતી હતી પરંતુ પોલિસ સર્વિસના શોખને કારણે તેણે IPS પસંદ કર્યુ. પોલિસ સર્વિસ ઉપરાંત તે એક ટ્રેંડ ભરતનાટ્યમ ડાંસર છે. આ સાથે જ તેમણે ભારતીય સંગીતની પણ ટ્રેનિંગ લીધી છે.

ડી રૂપા એક શાર્પ શૂટર પણ રહ્યા છે તથા શુટિંગમાં કેટલાક પુરસ્કાર પણ જીત્યા છે. વર્ષ 2003માં તેમના લગ્ન મુનીશ મુદ્રીલ સાથે થયા હતા. તેઓ એ IAS ઓફિસર છે. રૂપાની નાની બહેન રોહિણી દિવાકર પણ 2008 બેચની IRS ઓફિસર છે.

ડી રૂપાનો જન્મ કર્ણાટકના દેવણગેરેમાં થયો હતો અને તેમનો શરૂઆતનો અભ્યાસ પણ અહીંથી જ થયો છે. તેમના પિતા એક એન્જીનિયર હતા. જે હવે રિટાયર થઇ  ચૂક્યા છે. ડી રૂપાએ કુવેંપુ યુનિવર્સિટીથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરૂ કર્યુ છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. તે બાદ તેમણે બેંગલુરુ યુનિવર્સિટીથી સાઇક્લોજીમાં એમએ કર્યુ અને તે બાદ નેટ-જેઆરએફની પરિક્ષા ક્લિયર કરી અને સાથે સાથે યૂપીએસસીની તૈયારીમાં પણ જોડાઇ ગઇ.

24 વર્ષની ઉંમરે ડી રૂપાએ UPSC પરિક્ષા ક્લિયર કરી અને ઓલ ઇન્ડિયા 43મો રેન્ક હાંસિલ કર્યો. તે બાદ તેમની પાસે IAS બનવાનો મોકો હતો પરંતુ તેમણે પોલિસ સેવા પસંદ કરી કારણ કે તેમનુ સપનુ IPS ઓફિસર બનવાનું હતુ. વર્ષ 2004 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉમા ભારતી વિરૂદ્ધ 10 વર્ષ જૂના મામલે ગેરજમાનતી વોરંટ જારી થયુ હતુ.

15 ઓગસ્ટ 1994ના રોજ કર્ણાટકના હુબલીમાં ઉમા ભારતીએ એક ઇદગાહમાં તિંરંગો લહેરાવ્યો હતો અને તે બાદ તેના પર સંપ્રદાયિક સૌહાર્દ બગડવાનો આરોપ લગાવ્યો હતો. હુબલી કોર્ટથી વોરંટ જારી થવા સમયે ડી રૂપા કર્ણાટકના થારવાડ જિલ્લાના એસપી હતા અને વોરંટ મળતા જ તે મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડ કરવા માટે મધ્યપ્રદેશ માટે રવાના થઇ ગયા હતા. જો કે, ધરપકડ પહેલા જ ઉમા ભારતીએ રાજીનામુ આપી દીધુ હતુ.

વર્ષ 2017માં જયલલિતાની પાર્ટી AIADMના નેતા વીકે શશિકલા જેલમાં હતા અને ડી રૂપા જેલ વિભાગમાં ડીઆઇજીના પદ પર પોસ્ટેડ હતી. તેમણે એ જેલની મુલાકાત લીધી જયાં શશિકલાને રાખવામાં આવ્યા હતા. આ બાદ ડી રૂપાએ એક રીપોર્ટ સબ્મિટ કરી હતી, જેમાં આરોપ હતો કે શશિકલાને જેલમાં વીઆઇપી ટ્રીટમેંટ આપવામાં આવી રહી છે. તેમણે શશિકલાને પાંચ જેલના રૂમ બરાબરનો ઓરડો અને એક અલગ કિચન આપવામાં આવેલ હોવાનો ખુલાસો કર્યો હતો.

ડી રૂપાએ આરોપ લગાવ્યો હતો  કે આ બધી સુવિધાઓ બદલે જેલ અધિકારીઓને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ડી રૂપા વર્ષ 2020માં ચર્ચામાં આવી હતી. તેમણે એક યોજનાના ટેંડર સાથે જોડાયેલી જાણકારી હાંસિલ કરવા માટે રાજયના ગૃહ સચિવ પદનો દુરુપયોગ કર્યો. અધિકારી પરિયોજનાથી સંબંધિત ન હતી અને કથિત રૂપથી હોમ મિનિસ્ટ્રીના નામ નિવિદા સાથે જોડાયેલી જાણકારી એકઠી કરવાની કોશિશ કરી.

ડી રૂપાએ લગભગ 619 કરોડ રૂપિયાની સુરક્ષિત સિટી પરિયોજનાના ટેંડર સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી આપવાની માંગ કરી, તેમણે સલાહકારોને કહ્યુ કે, આ જાણકારી મુખ્ય ગૃહ સચિવે માંગી છે. જણાવી દઇએ  કે, રાજયમાં આ પરિયોજના કેંદ્ર દ્વારા નિર્ભયા ફંડના અંતર્ગત ફાઇનેંસ કરવામાં આવી રહી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રીપોર્ટ અનુસાર પોલિસે રાજયના મુખ્ય સચિવ ટીએમ વિજય ભાસ્કરથી ફરિયાદ દાખલ કરાવી જે બાદ આ મામલો ચર્ચામાં આવ્યો. પોલિસ મુખ્ય સચિવએ ક્રોસ ચેક કર્યુ તો પૂરી વાત ખુલી ગઇ.

ઉલ્લેખનીય છે કે, આ પરિયોજનાનો ઉદ્દેશ્ય શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પરિયોજના અંતર્ગત સરકારની યોજના રાજયમાં 7500 સીસીટીવી કેમેરા લગાવવાની હતી. બેંગલુરુ લાઇવ સાથે વાત કરતા ડી રૂપાએ કહ્યુ કે, તેમણે નિવિદા દસ્તાવેજ તૈયાર કરનાર સલાહકારોને એ સુનિશ્ચિત કરવાને ઇરાદે બોલાવ્યા હતા કે નિવિદા પ્રક્રિયા કોઇ એક બોલીદાતાના પક્ષમાં તો નથી ને.

Shah Jina