જાણવા જેવું દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

શું તમે ‘બ્લેક હોલ ઓફ કલકત્તા’ વિશે જાણો છો? નહિ! તો ચાલો અમે જણાવીએ

‘બ્લેક હોલ ઓફ કલકત્તા’ શું છે, તેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, ત્યારે આજે અમે તમને ઇતિહાસની આ જ એક ભયાનક ઘટના વિશે જણાવીશું. જો તમે કોલકાતા ગયા હોવ, તો તમે ‘ફોર્ટ વિલિયમ’ નું નામ સાંભળ્યું જ હશે. આ કિલ્લો હાલમાં આર્મીના પૂર્વીય કમાન્ડનું મુખ્ય મથક છે. આ ફોર્ટ કોલકાતા શહેરના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં સ્થિત છે. ‘ફોર્ટ વિલિયમ’ ની સામે રેસ કોર્સ અને ઐતિહાસિક વિક્ટોરિયા ગ્રાઉન્ડ આવેલું છે.

Image Source

જો કે વિલિયમ ફોર્ટનાં એક નાના રૂમમાં ઇતિહાસનું એક ભયાનક રહસ્ય બંધ છે. 1756માં, બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાહના સૈનિકોએ 146 બ્રિટિશ સૈનિકોને બંધક બનાવીને તેમને આ કિલ્લાની અંધારકોટડીમાં ઘેટાં-બકરાની જેમ ઠુંસી-ઠુંસીને ભરી દીધા હતા. આ નાની અંધારકોટડીમાં ગૂંગળામણને કારણે 123 સૈનિકોનાં મોત નીપજ્યાં હતા. આજે આ રૂમને બ્લેકહોલના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’નું આગમન

‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ 17મી સદીની શરૂઆતમાં ભારતમાં આવી હતી. આ સમય દરમિયાન તેણે ભારતના કેટલાક શહેરોમાં ધંધો શરૂ કરી દીધો હતો. એ જ દરમ્યાન જોબ ચાર્નક નામનો એક અંગ્રેજ આ કંપનીનો ભાગ બન્યો. પોતાના કામને કારણે તેને પ્રમોશન મળ્યું અને 1685માં બંગાળમાં ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ નો મુખ્ય એજન્ટ બન્યો.

Image Source

આ તે સમયગાળો હતો જ્યારે કોલકાતાનું અસ્તિત્વ પણ નહોતું. આ સમય દરમિયાન, બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાહ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે કસ્ટમ ડ્યુટીને લઈને રસાકસી ચાલી રહી હતી. સન 1685 અને 1687ની વચ્ચે જોબ ચાર્નકની જવાબદારીમાં ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ નો માલ બંગાળમાં ઉતરવાનો હતો. નવાબને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને રોકવાની યોજના શરૂ કરી દીધી.

Image Source

આ દરમિયાન જોબ ચાર્નકને અંદાજો હતો કે સિરાજ-ઉદ-દૌલાહ તેમના માર્ગમાં અવરોધ લાવી શકે છે. એટલે તેને માલ બચાવવા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ ના કેટલાક સૈનિકોને હુગલી નદીના કાંઠે આવેલા સુતાનુટી નામના ગામમાં જવા આદેશ આપ્યો.

દરમ્યાન, બ્રિટિશરોએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે એક કરાર કર્યો, જેના હેઠળ જોબ ચાર્નકને સુતાનુટીથી થઈને વેપાર કરવાની છૂટ મળી ગઈ. તે સમયે, સુતાનુટી ગામ પાસે અન્ય બે ગામ, કલિકાતા અને ગોવિંદપુર હતા. પાછળથી, આ ત્રણ ગામો એકસાથે મળીને કલકત્તા શહેર તરીકે જાણીતા બન્યાં.

Image Source

સુતાનુટી ગામ હુગલી નદીના કાંઠે વસેલું હતું, તેથી ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ને પણ આ વિસ્તાર વેપાર માટે ખૂબ અનુકૂળ લાગ્યો. થોડા સમય પછી, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ એ આ ત્રણ ગામો ખરીદ્યા અને ધીમે ધીમે અહીં વેપારનું વિસ્તરણ શરૂ કરી દીધું. આ સમય દરમિયાન અહીં કંપનીનો ધંધો સારી રીતે ચાલવા લાગ્યો અને અનેક કારખાનાઓ પણ લાગી ગયા.

Image Source

એવામાં ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ને આ કારખાનાઓ સુરક્ષિત રાખવા માટે એક કિલ્લાની જરૂરિયાત અનુભવાઈ. 17મી સદીના છેલ્લા દાયકાથી, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ એ ‘ફોર્ટ વિલિયમ’નું નિર્માણ શરૂ કર્યું, જે 10 વર્ષમાં પૂર્ણ થયું. આ કિલ્લામાં 14/18 ફુટનો એક ખાસ ઓરડો પણ બનાવવામાં આવ્યો હતો, જેનું નામ રાખવામાં આવ્યું ‘બ્લેક હોલ’!

Image Source

આ ખાસ ઓરડાનું નામ ‘બ્લેક હોલ એટલે પણ રાખવામાં આવ્યું કે આ ઓરડામાં બે ખૂબ જ નાની બારીઓ બનાવવામાં આવી હતી. બ્રિટિશરોએ આ ઓરડાનું નિર્માણ નાના-મોટા અપરાધ કરનાર અપરાધીઓને સજા આપવા માટે કર્યું હતું, પછીથી આ ‘બ્લેક હોલ’ બ્રિટિશરો માટે જ કબર બની ગયું.

Image Source

સિરાજ-ઉદ-દૌલાહે કરી ફોર્ટ પર ચઢાઈ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ખબર હતી કે નવાબ સિરાજ-ઉદ-દૌલાહના કારણે તેમનું કાર્ય એટલું સરળ નથી, તેથી તેણે ‘ફોર્ટ વિલિયમ’ બનાવ્યા પછી પોતાની સૈન્ય શક્તિ વધારવાનું શરૂ કર્યું. જ્યારે સિરાજ-ઉદ-દૌલાહને આ વિશે ખબર પડી, ત્યારે તેણે વિચાર્યું કે બ્રિટિશરો તેમના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે તેણે તાત્કાલિક બ્રિટિશરોને સંદેશ આપ્યો કે તેઓએ સૈન્ય શક્તિ ન વધારે, પણ બ્રિટિશરોએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. આથી નારાજ થઈને સિરાજ-ઉદ-દૌલાહ હાથી, ઊંટ અને હજારો સૈનિકો સાથે કિલ્લા તરફ રવાના થયો.

Image Source

જ્યારે ‘બ્લેક હોલ’ જ બન્યું બ્રિટિશરો માટે કબ્રસ્તાન

સિરાજ-ઉદ-દૌલાહ 5 જૂન 1756ના રોજ મુર્શિદાબાદથી નીકળ્યો અને 19 જૂને ‘ફોર્ટ વિલિયમ’ પહોંચ્યો. ત્યાં સુધી બ્રિટીશ લોકો પાસે મજબૂત સૈન્ય બળ ન હોવાથી, તેઓ તેનો મુકાબલો કરી શક્યા નહીં. આ સમય દરમિયાન, મોટાભાગના અંગ્રેજો સિરાજ-ઉદ-દૌલાહ આવે તે પહેલાં જ જળમાર્ગ દ્વારા ભાગી ગયા હતા. જ્યારે કમાન્ડર જ્હોન ઝેડ હૉલવેલની આગેવાનીમાં માત્ર 200 બ્રિટિશ સૈનિકોએ કિલ્લાની કમાન સંભાળી રાખી હતી.

Image Source

આ સમય દરમિયાન સિરાજ-ઉદ-દૌલાહના સૈનિકોએ ત્યાં ભારે તોડફોડ કરી. આ પછી, તેણે 146 બ્રિટિશ સૈનિકોને કેદ કર્યા અને તેમને 14/18 ફુટના રૂમમાં બંધ કરી દીધા. જૂનનો ગરમ મહિનો હતો, એટલે ત્રણ દિવસ પછી 123 બ્રિટિશ સૈનિકો ગૂંગળામણથી મરી ગયા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.