ફિલ્મી દુનિયા

આટલો મોટો પરિવાર છે અમિતાભ બચ્ચનનો, આ 7 તસવીરો તમે ક્યારેય નહિ જોઈ હોય- જાણો કોણ કોણ છે પરિવારમાં

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 77 વર્ષના થઇ ગયા છે. 11 ઓક્ટોબર 1942ના રોજ ઇલાહાબાદમાં જન્મેલ અમિતાભે 1969 માં આવેલ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરીયરની શરૂઆત કરી હતી. જોકે 1972 માં આવેલ ફિલ્મ ‘જંજીર’થી તેમને ઓળખ મળી હતી. એ પછી એમને ક્યારેય પાછું વળી ને નથી જોયું.

Image Source

અમિતાભના પરિવારમાં એમની પત્ની જયા બચ્ચન, દીકરા અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને દીકરી શ્વેતા સિવાય પણ ઘણા સદસ્યો છે. જેના વિશે અત્યારે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અમિતાભના દાદા લાલ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને તેમની દાદી સરસ્વતી દેવી. એમના ચાર બાળકો બીટ્ટન, ભગવાનદેઇ, હરિવંશ રાય અને શાલિગરામ છે.હરિવંશ રાયના નાના ભાઈ શાલિગરામને એક દીકરો છે જેનું નામ ધર્મેન્દ્ર છે. હાલ તે દેહરાદૂનમાં રહે છે.

Image Source

હરિવંશ રાયની મોટી બહેનનું નામ ભગવાનદેઇ છે. ભગવાનદેઇના દીકરા રામચરણ અને તેમની પત્ની કુસુમલતા છે. તેમને પણ ચાર દીકરા છે જેમનું નામ છે અશોક, કિશોર, અનુપ અને અરુણ.એમનો પરિવાર લખનઉમાં રહે છે.

Image Source

હરિવંશ રાયના બે લગ્ન થયા હતા. પહેલી પત્નીનું નામ શ્યામ હતું. હરિવંશ અને શ્યામાના કોઈ બાળકો નથી. હરિવંશ રાયની બીજી પત્ની તેજીથી તેમને બે પુત્ર છે. અમિતાભ અને અજીતાભ.

Image Source

અમિતાભના લગ્ન જયા સાથે થયા જયારે અજિતાભના લગ્ન રામોલ સાથે થયા છે. અમીતાભને બે બાળકો અભિષેક અને શ્વેતા છે. અજિતાભને 4 બાળકો ભીમ, નમ્રતા,નૈના અને નીલિમા છે.

Image Source

અમિતાભની દીકરી શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયા છે. તેમના ત્રણ બાળકો છે. નવ્યા અને નવેલી અને અગસ્ત્ય નંદા. અભિષેકના લગ્ન ઐશ્વર્યા સાથે થયા અને તેમની એક દીકરી છે આરાધ્યા બચ્ચન.

Image Source

અમિતાભની બહેન ભગવાનદેઇના એક દીકરા રામચરણ એટલે કે અમિતાભના એક કઝીનની મૃત્યુ થઇ ચુકી છે. ભગવાન દેઇના બીજા બે દીકરા હરિવંશ રાયના એક મકાનમાં રહે છે. અને સૌથી નાનો દીકરો પુણેમાં સેટલ છે. ભગવાનદેઈના દીકરા અનુપની ફાઇનાન્સિયલ હાલાત આટલી ઠીક નથી. એક સમયે તેના પરિવારને બે સમયનું પૂરતું ખાવાનું પણ નહતું મળી રહ્યું.

અમિતાભ બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના શહેનશાહ કહેવામાં આવે છે. અમિતાભને બોલીવુડમાં આવ્યા તેને 50 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. અમિતાભની 50 વર્ષની કરિયરમાં ક્યારે પણ તેના ભાઈ અજિતાભનું નામ નહીં સાંભળ્યું હોય.અજિતાભ તેના મોટા ભાઈ અમિતાભ કરતા 5 વર્ષ મોટા છે.

Image Source

અજિતાભ બધા સેલિબ્રિટીના ભાઈ-બહેનથી થોડા અલગ છે.72 વર્ષીય અજિતાભ જાણીતા બિઝનેશમેન છે.આ પહેલા તે 15 વર્ષ સુધી લંડનમાં રહીને બિઝનેસ કરતા હતા.

Image Source

અજિતાભના લગ્ન રમોલા સાથે થયા હતા. રમોલા એક બિઝનેસવુમેન અને સોસલાઇટ છે. લંડનમાં તેને પાર્ટીઓની શાન કહેવામાં આવે છે.જયારે 2007માં અમિતાભ-અજિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનનું નિધન થઇ ગયું ત્યારબાદ અજિતાભ ભારતમાં શિફ્ટ થઇ ગયા હતા.અજિતાભ-રમોલાને ચાર બાળકો છે.

Image Source

જેમાં ત્રણ પુત્રીઓ નીલિમા,નમ્રતા, નૈના જયારે એક પુત્ર ભીમ છે. નૈનાએ 2015માં કૃણાલ કપૂર સાથે લગ્ન કર્યા હતા. ભીમ એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હોય તે ન્યુયોર્કમાં રહે છે. તે પણ થોડા વરસો પહેલા જ ભારતમાં શિફ્ટ થયા હતા. તો પુત્રી નમ્રતા એક આર્ટિસ્ટ છે. તે મુંબઈ-દિલ્લીમાં તેના પેઈન્ટિંગ્સ અને એક્ઝિબિશન કરે છે.

Image Source

જણાવી દઈએ કેઅજિતાભનો પૂરો પરિવાર લાઇમલાઈટથી દૂર છે. અમિતાભ-અજિતાભ ઘણા વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યાં છે. બન્ને પોટ-પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ બંનેમાં બેહદ પ્રેમ અને દોસ્તી છે.

કમાણીની વાત કરવામાં આવે તો અજિતાભ પણ અમિતાભથી પાછળ નથી. લંડનમાં રહીને તેને પણ ખુબ જ પૈસા અને નામ કમાયું છે.

Image Source

હાલ અજિતાભની ગણના ભારતના મોટા બિઝનેસમેન તરીકે કરવામાં આવે છે. અજિતાભ અને તેની પત્ની રમોલા અમિતાભની બધી જ ફિલ્મો જુએ છે. જેમાં શોલે અને દીવાર તેની ફેવરિટ ફિલ્મ છે. એક ઇન્ટરવ્યૂમાં અજિતાભની પત્ની રમોલાએ કહ્યું હતું કે, જયારે પણ અમિતાભ અને અમારો પરિવાર મળે છે, ત્યારે અમે ખુબ જ આનંદ લઈએ છીએ. અમિતાભના ઘર પર હંમેશા અમે બધા હસી મજાક કરતા હોય છે.

Image Source

આ રીતે અજિતાભ અને અમિતાભના બાળકો પણ હંમેશા એકબીએ સાથે કોન્ટેક્ટમાં રહે છે. અજિતાભની પત્ની રમોલા લંડનમાં સક્સેસફુલ લેડી છે. 2014માં તેને એશિયન ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.