શું કે.એલ. રાહુલને એમ્પાયરે નો બોલ ઉપર આઉટ આપી દીધો ? સર્જાયો વિવાદ, અહીંયા જુઓ એકદમ નજીકની તસવીરો

ભારત અને પાકિસ્તાનની મેચ જયારે પણ રમાય છે ત્યારે હાઇવોલ્ટેજ બની જાય છે. આ  મેચની અંદર ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે ચર્ચાનું કારણ પણ બને છે. ત્યારે ગઈકાલે યોજાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં એમ્પાયરના નિર્ણય ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે એમ્પાયર દ્વારા ભારતના ઓપનિંગ બેટ્સમેન કે.એલ. રાહુલને નો બોલ ઉપર આઉટ આપી દેવામાં આવ્યો હતો. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ મેચની અંદર ભારતની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને કે.એલ. રાહુલ કોઈ કમાલ ના કરી શક્યા. રોહિત શર્મા શૂન્ય ઉપર આઉટ થઇ ગયો તો જયારે ભારતની ટીમ માત્ર 6 રન ઉપર ઉભી હતી ત્યારે જ રાહુલ પણ 3 રન બનાવીને આઉટ થઇ ગયો.

કે.એલ રાહુલને શાહીન આફરીદીએ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. રાહુલના આઉટ થયા બાદ જયારે એમ્પાયર દ્વારા નો બોલ ચેક કરવામાં આવ્યો તો લોકોનું કહેવું છે કે રાહુલને ખોટી રીતે આઉટ આપી દેવામાં આવ્યો છે. શાહીનના જે બોલ ઉપર રાહુલ આઉટ થયો હતો તે બોલ સમયે શાહીનનો પગ લાઈનની બહાર હતો. જેના કારણે હવે એમ્પાયરના નિર્ણય ઉપર પણ આંગળી ઉઠી રહી છે.

રાહુલના આઉટ થયા બાદ જ સોશિયલ મીડિયામાં એમ્પાયરના નિર્ણયને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે શું એમ્પાયર આંધળો હતો ? કે જેને આ નો બોલ પણ ના દેખાઈ શક્યો. સોશિયલ મીડિયામાં રાહુલને આઉટ કરવા સમયની તસવીર પોસ્ટ કરી અને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કપ્તાન વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય કોઈ ખેલાડીએ વધારે રન કર્યા નહોતા. ભારતની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ખોઈને 151 રન બનાવ્યા. જેને પાકિસ્તાનની ટીમે એક પણ વિકેટ ખોયા વિના જ જીત મેળવી લીધી હતી અને ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતનો પાકિસ્તાન સામે ના હારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

Niraj Patel