પંજાબ અને કેકેઆરની મેચમાં થર્ડ એમ્પાયરનો નિર્ણય રહ્યો વિવાદાસ્પદ, કોમેન્ટેટરે દ્વારા પણ કરવામાં આવી ટીકા, જુઓ વીડિયોમાં

ગઈકાલે પંજાબ અને કેકેઆર વચ્ચેની રોમાંચક મેચની  અંદર આખરે પંજબનો વિજય થયો, પંજાબ તરફથી રમી રહેલા શાહરુખ ખાને છક્કો મારી અને મેચ જીતાવી દીધી હતી. પરંતુ આ દરમિયાન મેચની અંદર એક ઘટના એવી પણ જોવા મળી જેને આઈપીએલના દર્શકો સાથે કોમેન્ટેટરોને પણ નિરાશ કર્યા હતા. જેમાં થર્ડ એમ્પાયરના નિર્ણય ઉપર પણ સવાલ ઉભો થયો હતો.

આ રોમાંચક મેચની 19મી ઓવર ફેંકવા માટે કોલકાત્તાના કપ્તાન મોર્ગને શિવમ માવીની પસંદગી કરી હતી.શિવમના ત્રીજા બોલ પર મિડ વિકેટ પર કે.એલ.રાહુલે લોફ્ટેડ શોટ માર્યો હતો, જેને બાઉન્ડરી પર પંજાબના રાહુલ ત્રિપાઠીએ આગળ ડાઈવ મારીને પકડ્યો હતો. જોકે ફિલ્ડ અમ્પાયરે પંજાબના કેપ્ટનને પેવેલિયન જતા રોક્યા હતા અને થર્ડ અમ્પાયર પાસે આ કે.એલ. રાહુલ આઉટ છે કે નોટ આઉટ તેનો અંતિમ નિર્ણયમાંગ્યો હતો

જેના બાદ થર્ડ એમ્પાયર દ્વારા રિપ્લે જોઈને તેમનો અંતિમ નિર્ણય કે.એલ. રાહુલ નોટ આઉટ છે તેવો આપ્યો હતો. આ જોઈને પંજાબ ટીમની માલકીન પ્રીતિ ઝિન્ટાએ પણ હાશકારો અનુભવ્યો હતો, તો થર્ડ એમ્પાયરના આ નિર્ણયના કારણે કોલકાત્તાની ટીમ અને તેના સદસ્યોમાં પણ રોષ જોવા મળ્યો હતો. તો કોમેન્ટેટરને પણ આ નિર્ણય પસંદ આવ્યો નહોતો.

આ મેચની લાઈવ કોમેન્ટ્રી કરી રહેલા ઈરફાન પઠાણ તથા આકાશ ચોપરાના મત મુજબ ત્રિપાઠીએ બોલ બરાબર પકડ્યો હતો. તેની આંગળીઓ જમીન પર પટકાઈ હતી પરંતુ બોલનો મેદાન સાથે સંપર્ક નહોતો થયો. થર્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ તેઓ પણ ચોંકી ગયા હતા અને વિવાદિત નિર્ણયની નિંદા પણ કરી હતી.

આખરે આ મેચ પંજાબ જીતી ગઈ હતી. 20મી ઓવારના ત્રીજ બોલ ઉપર શાહરુખ ખાને છક્કો મારી અને મેચને જીતાડી હતી. પંજાબની ટીમ 5 વિકેટે મેચ જીતી ગઈ હતી. પરંતુ હવે થર્ડ એમ્પાયરના આ નિર્ણયની ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

Niraj Patel