ફિલ્મી દુનિયા

સુશાંતના પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 2021માં લગ્ન કરવાનો હતો સુશાંત-તો અંકિતાને લઈને પણ કહી દીધી મોટી વાત

બોલીવુડમાં બિહારનો ચમકતો સિતારો દિવંગત સુશાંત સસિંહ રાજપૂતના પિતા કેકે સિંહે દીકરાના મોત બાદ ચોંકવનારી વાત કરી છે. દીકરાના નિધનના સમાચાર સાંભળીને બેભાન થઈ ગયેલા કે. કે. સિંહ આ વજ્રાઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

એક ઇન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે જણાવ્યું હતું કે, સુશાંત 2021માં લગ્ન કરવાનો હતો. આ સાથે જ સુશાંતની એક્સગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વિષે પણ જણાવ્યું હતું. અંકિતા મુંબઈમાં જ નહીં પરંતુ પટના પણ મળવા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput Fanclub (@justiceforsushant) on

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંત ફક્ત 34 વર્ષનો જ હતો છેલ્લા 6 મહિનાથી તે ડિપ્રેશનનો શિકાર હતો.

સુશાંત સિંહના પિતાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સુશાંત જ્યારે નાનો હતો ત્યારે તે તેના બધા અનુભવો તેની સાથે શેર કરતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે એકાંતમાં જીવે છે, પૂછતાં તો ખાલી હસતો હતો. તેમને વધુમાં કહ્યું હતું કે, ‘પહેલા તો બધું બોલતો હતો. પરંતુ છેલ્લે શું થયું તેને કોઈને કંઈ કહ્યું નહીં.’

 

View this post on Instagram

 

A post shared by AKSHAY KUMAR AND SUSHANT (SSR) (@akshay__sushant__fanclub) on

સુશાંતના પિતાએ કહ્યું કે તેને તેની સાથે તેના લગ્ન વિશે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તે કોરોનામાં નથી, પછી એક ફિલ્મ તેની પાછળ આવી રહી છે, આ બાદ ફેબ્રુઆરી-માર્ચમાં તે લગ્ન કરશે. કે.કે.સિંહે કહ્યું કે મારી સાથેની આ છેલ્લી વાત હતી. સુશાંતના પિતાએ જોકે યુવતી વિષે કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, “અમે તેને કહ્યું હતું કે, તે તેની પસંદની છોકરી સાથેલગ્ન કરી લે. જેની સાથે તે આખી જિંદગી પસાર કરી શકે.”

 

View this post on Instagram

 

#sushi #sushantsinghrajput #weloveusushantsir💖 #iamwithyousushant #cbienquiryforsushant

A post shared by Sushant Singh Rajput Fanpage (@sushant_superstar) on

સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વિશે વાત કરતાં કે.કે. સિંહે કહ્યું, “અંકિતા મુંબઈ અને પટના પણ અમને મળવા આવી હતી. સુશાંતના જીવનમાં જે પણ યુવતીઓ આવી તેમાંથી હું માત્ર અંકિતાને ઓળખતો હતો. બંનેની મુલાકાર ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર થઇ હતી.બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યું હતું.સુશાંતની લાઈફમાં એકલી એવી છોકરી હતી જેને સુશાંતના પિતા ઓળખતા હતા. રિયા ચક્રવર્તીને નથી ઓળખતો

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવુડમાં કરિયર શરૂ કરનારા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને દરેક વ્યક્તિ ફ્રીમાં જોઈ શકશે. સુશાંત સાથે આ ફિલ્મમાં સંજના સંઘી લીડ રોલમાં છે. આ ફિલ્મને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. હોલિવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે આ ફિલ્મ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.