ફિલ્મી દુનિયા

અભિનેતાના પિતાજીનો સૌથી મોટો ધડાકો, ‘મે મુંબઈ પોલીસને આ 25 ફેબ્રુઆરીએ જ કહી દીધું હતું કે…’

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રોજ એક નવો ખુલાસો સામે આવવા લાગ્યો છે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો શંકાના ઘેરામાં છે તો મુંબઈ પોલીસની તપાસ ઉપર પણ ઘણા જ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સુશાંતના પિતા કેકે સિંહે એક મોટો ખુલાસો કર્યો છે.

Image Source

સુશાંતના પિતાએ એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં જ તેમને બાંદ્રા પોલીસને જણાવ્યું હતું કે સુશાંતનો જીવ ખતરામાં છે. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી.

Image Source

સુશાંતના પિતાના આ વીડિયોને કંગના રનૌત ટિમ દ્વારા પણ રી ટ્વીટ કરીને ભ્રષ્ટ  સિસ્ટમ વિરુદ્ધ પણ આરોપ લગાવવામાં આવ્યા છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે “સુશાંત સિંહ રાજપૂતના પરિવારે દુઃખ મનાવવાનો પણ મોકો ના મળ્યો, તેમને ભ્રષ્ટ તંત્ર સામે લડવું પડી રહ્યું છે. કેટલાક સવાલ જેના જવાબ મુંબઈ પોલીસે આપવાના છે.”

Image Source

સુશાંતના પિતાએ જાતે જ એક વિડીયો બનાવીને જણાવ્યું છે કે: “મેં 25 ફેબ્રુઆરીના રોજ સુશાંતના જીવને ખતરો છે એવું બાંદ્રા પોલીસને જણાવ્યું હતું. કેટલાક લોકોના નામ પણ જણાવ્યા હતા. ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સુશાંતના મૃત્યુના બાદ પણ 40 દિવસ સુધી મુંબઈ પોલીસે કોઈ એક્શન નથી લીધી જેના કારણે મારે પટનામાં કેસ દાખલ કરાવવો પડ્યો હતો.” તેમને એમ પણ જણાવ્યું કે મુંબઈ પોલીસ બિહાર પોલીસને કેસની તપાસ કરવા દે.

તો આ બાબતે મુંબઈ પોલીસે સુશાંતના પિતાના દાવાને ખોટો ગણાવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે 14 જૂનના રોજ કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. બાંદ્રા પોલીસ તેની તપાસ કરી રહી છે. સુશાંતના પિતાએ એવો દાવો કર્યો છે કે તેમને 25 ફેબ્રુઆરીના રોજ લેખિત ફરિયાદ દાખલ કરાવી છે.  પરંતુ બાંદ્રા પોલીસનું કહેવું છે કે આવી કોઈ ફરિયાદ બાંદ્રા પોલીસને નથી મળી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.