આ છે ચમત્કારી ફળ, બ્લડ પ્રેશર, અસ્થમા અને પાચનતંત્ર સુધારમાં કરે છે મદદ

લીલા રંગનનું નાનુ દેખાતુ ફળ કિવિ ગુણનો ખજાનો છે. વિટામિન બી, સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ, કીવી પોષક તત્વોનું પાવરહાઉસ છે. સ્વાસ્થ્ય માટે તેના આશ્ચર્યજનક ફાયદાઓને ધ્યાનમાં રાખીને, આરોગ્ય નિષ્ણાતો દરેકને કીવી ખાવાની ભલામણ કરે છે. ચાલો જાણીએ કિવિ ખાવાથી શરીરને કેવી રીતે ફાયદો થાય છે.

કીવી DNA નું રિપેરિંગ કરે છે : તણાવ, ધૂમ્રપાન, કેન્સર, કીમોથેરાપી, રેડિએશન, વધુ દવાઓ અને પ્રદૂષણ પણ આપણા DNA ને અસર કરે છે. તેના કારણે કિડની, લીવર અને મગજને લગતા અનેક પ્રકારના રોગો થાય છે. કીવી DNA ને રિપેર કરવાનું કામ કરે છે. સંશોધન દર્શાવે છે કે કિવિનું નિયમિત સેવન પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારનાર : કીવી વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે. કિવીને સારુ ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : 2014 ના એક અભ્યાસ મુજબ, દિવસમાં 2-3 કીવી ખાવાથી બ્લડ પ્રેશર ઘટે છે. તેને લાંબા સમય સુધી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક કે હાર્ટને લગતી બીમારીઓ દૂર રહે છે.

લોહી ગંઠાઈ જવાનું ઘટાડે છે : કિવી લોહી ગંઠાઈ જવામાં પણ મદદરૂપ છે. દરરોજ 2-3 કીવી ખાવાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી રાહત મળે છે. આ ફળ લોહીમાં ચરબીનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે.

ઘા રૂઝવામાં મદદ કરે છે : જો તમને ઈજા થઈ હોય અથવા તમારી સર્જરી થઈ હોય તો ચોક્કસપણે કિવી ખાવ. આ તમારી રિકવરી ઝડપી બનાવશે. કીવીમાં જોવા મળતા કુદરતી સંયોજનો અને એન્ટીબેક્ટેરિયલ એજન્ટો ઘાને ઝડપથી રૂઝાવે છે. તે બેડલોર, બળતરા અને ડાયાબિટીસ દર્દીઓના ફૂટ અલ્સરમાં પણ મદદ કરે છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક : કીવીના રસમાં એવા ગુણધર્મો છે જે અસ્થમા દરમિયાન શ્વસનતંત્રને સરળ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. અસ્થમાના દર્દીઓએ કિવી જ્યુસનું સેવન કરવું જોઈએ.

પાચનતંત્રને મજબૂત બનાવે છે : પાચન તંત્રને લગતી સમસ્યાઓ વરસાદની ઋતુમાં લોકોને ખૂબ પરેશાન કરે છે. આ ઋતુમાં કીવીનો જ્યુસ પાચનતંત્રને બરાબર રાખશે. કીવી ફળમાં હાજર ફાઇબર પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત અને અપચો દૂર કરશે.

આ રસ આંખો માટે ફાયદાકારક છે : કોરોનાના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાથી લોકોની આંખો પર સૌથી વધુ દબાણ આવ્યું છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાને કારણે આંખોની રોશની ઘટી રહી છે, આવી સ્થિતિમાં કીવીના રસથી આંખોને ખૂબ ફાયદો થશે.

YC