એકબાજુ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. તો બીજી તરફ કોરોનાને લઈને બધા જ તહેવારની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. આ વચ્ચે આજે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે .

કોરોનાનું સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં થતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાતમાં 8 વિવિધ જગ્યા પર પતંગોત્સવ થાય છે. હાઇકોર્ટની ટકોર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવવે છે. તો ઉતરાયણ દરમિયાન પોલીસની નજર રહેશે. નિયમ વિરુદ્ધ લોકો ભેગા થશે તેના પર પોલીસ કાર્યવાહી કરી શકે છે. સરકારનું માનવું છે કે, ઉજવણીને લઈને લોકો ભેગા થશે તો કોરોના સંક્ર્મણ વધશે.

તો આ વચ્ચે અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. 31 ડિસેમ્બરની રાતે પકડાયેલા લોકોનું મેડિકલ તપાસ કરવામાં આવશે. આ કામગીરીમાં 7 DCP, 14 ACP, 50 PI, 100થી વધુ પીએસઆઇ અને 3000 કોન્સ્ટેબલને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં સૌથી ભીડભાડ વાળા રોડ એટલે કે એસજી હાઇવે અને સીજી હાઇવે પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.