લેખકની કલમે

કિસ્મત……આ એક પળ હતી. જેમાં મિલને તેના હાથ પકડ્યો અને પોતનો ડાબો હાથ તેની કમર ઉપર મૂકીને તેને પિતાની આગોશમાં સમાવી લીધી.

કિસ્મત……

મયંક પટેલ – વદરાડ..

જિંદગીના દરેક કદમમાં તેનો સાથ માગું છું,
નથી કિસ્મતમાં મારા એ તોયે તેને જ માગું છું….

વશુંની નજર કેટલાય સમયથી રડી રડી ને સુજી ગઈ હતી. દરેક શ્વાસમાં એક જ નામ નું રટણ થતું હતું. પળ પળ જેનો સહારો હતો. દરેક ધડકન તેના નામની માળા ફેરવતી હતી. એ નામ હતું…. મિલન!!!!!

સવાર થી સાજ સુધી ફક્ત એક જ નામ તેના દિલને પોતાની યાદોમાં આરોટવામાં તલ્લીન કરી દેતું હતું. વશુંની મમ્મી તેને એકમિનિટ પણ પોતાનાથી દૂર રાખતા ન હતા. હવે તો તેની જોડેથી મોબાઇલ પણ લઇ લેવામાં આવેલ…

નાજુક હદયની વશું માટે આ બધું ખુબ અસહ્ય વેદના જેવું હતું. જાણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય તેમ ચાંપતી નજર તેના ઉપર રાખવામાં આવતી હતી….

આ બધું થવાનું કારણ એક જ હતું…. પ્રેમ !!!!!!

તે એક એવા પ્રેમમાં ડૂબી ગઈ હતી જેને છોડવાનો તો શું !!! પણ વિચારમાંથી દૂર કરવો મુશ્કેલ હતો. પણ કોણ સમજાવે ઘરના લોકોને કે આ દિલ હવે કોઈનું છે. દરેક શ્વાસ ઉપર હવે મિલન નો અધિકાર છે.

મિલન કોણ હતો ??.. વશું જોડે તેના કેવા સંબન્ધ હતા તે એક ભૂતકાળ હતો…

આજથી ચાર વર્ષ પહેલા મિલન અમદાવાદ એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે નીકળી ગયો. સરદારપુમાં તે એક કલાકમાં પહોંચી ગયો. લગ્નમાં જ્વાનું હોવાથી જીન્સ, ટીશર્ટ ,બુટ અને ગોગલ્સ પહેર્યા હતા. જેઓ મિત્ર જોડે પહોંચ્યો કે બન્ને એકબીજાને ભેટી પડ્યા. આજુબાજુના લોકો આ મિત્રતાને જોઈ રહ્યા હતા.

મિલન ઉપર એક નજર પડી વશુંની… તેને જોયા પછી વશું આડકતરી નજર કરી લેતી હતી. મિલન તો પોતાની મસ્તીમાં જ હતો. મિલનની અદામાં તે પોતાને ખોઈ બેસી હતી. તેનાથી રહેવાયું નહીં ને મિલન પોતાના મિત્રોથી થોડો દૂર ગયો કે વશું પાણી લઈને આવી. મિલને પાણી લીધું બોલ્યો ” થેન્ક્સ,,, ” વશું કહે ” એમાં શું, મહેમાન ની સેવા કરવી પડે ને”. બન્નેની નજર એકબીજા ઉપર એવી પડી કે વશુંની આખો શું કહેવા માગે તે મિલન સમજી ગયો વશું બોલી ” હું તમને લાઈક કરું છું”.

આ શબ્દોને મિલને હવામાં ઉડાવી દીધા. તે પોતના મિત્રો જોડે ચાલ્યો ગયો. વશું તો તકનો લાભ જોતી હતી. મિલન પોતાના મિત્રના ત્યાં સૂતો હતો. ધાબા માથે. વશું તેને જગાડવા માટે ગઈ. બોલી ” હવે જાગો ચા તૈયાર થઇ ગઈ છે”. મિલને પોતાની આંખની પાપણો ખોલી કે સામે એક માસુમ ચહેરો હતો. જાણે કે ઘણાય વર્ષોથી રણમાં કોઈ તરસ્યું જનાવર પાણીની તલાશમાં જ સુકાઈ ગયેલું હોય ને કોઈ નદી જોઈને ગાડું થઇ જાય કે તરસ સિપાવવાનું ભૂલી ને એ નદીમાં જ આરોટવા લાગતું હોય.

મિલનને એક નાનું સ્મિત આપ્યું ને તે ત્યાંથી નીચે ઉતર્યો કે નિસરણીના પગથિયામાં જ વશું એ પોતાના હદયની વ્યથા ખાલી કરી દીધી બોલી ” હું તમને ખુબ ચાહવા લાગી છું. જો મારો હાથ જિંદગીના સાત જન્મ સુધી પકડવા માગતા હોય તો હું સદાય તમારા ચરણની દાસી બનીને જીવીશ”.

આ એક પળ હતી. જેમાં મિલને તેના હાથ પકડ્યો અને પોતનો ડાબો હાથ તેની કમર ઉપર મૂકીને તેને પિતાની આગોશમાં સમાવી લીધી.

બસ!!!!! હવે તો અહીં સિલસિલો બિની ગયો. અમદાવાદના એ કાંકરિયા ની પાળ હોય, લાલ દરવાજાની ગલીઓ હોય બન્ને એકમેકની સાથે પોતના પ્રેમની સુવાસ છોડતા ગયા. ક્યારેય આ સુવાસ કેટલે સુધી પ્રસરાઈ એ હવે બન્ને પણ જનતા ન હતા.

પ્રેમની દીવાનગી એટલા હદ સુધી વધી ગઈ હતી કે એકબીજા વગર રહી શકાતું ન હતું. જેનું પરિણામ ક્યાં લઇ જતું એ ખુદ બન્ને એ વિચાર પણ કરેલો ન હતો.સમાજના બન્ધનથી દૂર રહીને બન્ને મહેમદાવાના મન્દીરમાં પણ જતા હતા. તો હોટેલ અને ગેષ્ટ હાઉસ નો ભરપૂર ઉપોયગ કર્યો હતો. પ્રેમની સીમા તો હવે ઓરંગી ચુકાઈ હતી.

બસ, દરેક મુલાકાતમાં વશું અને મિલન પોતાના મુલાયમ વસ્ત્રોને કુદરતે બનાવેલા શરીર ઉપરથી હટાવી નાખતા હતા. પોતાના હદયના ધબકારાને સાંભળતા હોય એમ બન્ને જીસ્મ થોડી ક્ષણો માટે એકમેકમાં ચિપકાઈ જતા. લાગે કે કોઈ લોખડ ચુંબકને જોઈને જ કેવું ચોંટી જતું હોય.

હદ તો ત્યારે પણ વટાઈ ચુકી કે મિલને એક દિવસ વશુંને મંદિરમાં લઇ ગયો. જ્યાં તે બન્ને સિવાય કોઈ હતું નહીં સિવાય એક પથ્થરની મૂર્તિ હતી. એ મન્દીરમાં જ મિલને વશુંને પોતાની તરફ ખેંચી અને પોતાના હોઠ વશુંના હોઠ.. જેમ કોઈ મધમાખી મધ ચાખતી હોય ને એના રસનો ભરપૂર આનંદ માનતી હોય.

મિલને તેને પોતાનાથી વેગળી કરીને બોલ્યો ” તારી આખો બંધ કર”. વશુંએ આંખ બંધ કરી પણ પેલી પથ્થરની મૂર્તિ આ જીવનનું નાટક જોતી હતી. મિલને પોતાના ખીચામાંથી એક મંગળસૂત્ર કાઢ્યું ને વશુંને સદાય માટે પોતાની પત્ની બનાવી દીધી…

શહેનાઈ વાગતી ન હતી. પણ હદયના ધબકારા આજ જુદાજ અવાજમાં ધબકતા હતા. જાનૈયા ન હતા. પણ મંદિરમાં બેઠેલા પ્રભુના આશીર્વાદ હતા. આજે બન્નેના જીવનનો માંગલિક દિવસ હતો. હજુ તો બપોર હતી ને બન્ને ત્યાંથી સીધા જ ગેષ્ટ હાઉસમાં ચાલ્યા ગયા ને પોતાના જીવનની આ એક એવી મુલાકત કરી જે સદાય માટે યાદગાર બની ચુકી.

જોકે આવી મુલાકાતો પહેલા પણ અઢળક બની ચુકી હતી પણ આજે તે કંઈક અલગ હતી…

કેટલીય સુહાગરાત પણ થઇ ચુકી હતી. જોકે આજ લગ્ન હતા. પહેલા રોમાન્સ હતો. હવે તો વશું પોતાની છાતીને ચિપકાવીને જ મંગળસૂત્ર પહેરતી હતી. પણ કોઈ જોઇ નાં જાય એટલે દિવસમાં એકવાર તો કબાટમાંથી બહાર કાઢીને તેને ચૂમી લેતી.ત્યાર પછી આડીઅવળી નજર નાખતી મમ્મી જોતી તો નથી ને ?. અને થોડીવાર માટે પણ પહેરતી. અખિલ વિશ્વના નાથ એમાં સમાયેલા હોય તેવો આભાસ એ પળનો થઇ જતો હતો.

સુખના જાજા દિવસો ક્યાં ટકે. ઉંમર થઇ ચુકી હતી એટલે વશું માટે કેટલાય માઘા આવતા હતા. મમ્મી કેટલાય છોકરા બતાવતી હતી પણ તેને કોઈ પસન્દ આવતો નહીં. એક દિવસ તેને પોતાની માતા ને જણાવી જ દીધું કે “મારે મિલન જોડે લગ્ન કરવા છે”.

વશુંની વાત સાંભળીને માતા ગુસ્સે ભરાયા. બોલ્યા ” હું મરી જઈશ જો તું એની જોડે લગ્ન કર્યા તો. મારી લાશ ઉપરથી તારે ચોરીમાં એ દિવસે જવું પડશે”. વશુંના પિતાએ પણ તેને ખુબ સમજાવી કે ” માનિજા દીકરી ને ગમે છે તો છું કામ આવી ખોટી જીદ ઉપર તું બેઠી છે”.

એક જ મક્કમ અવાજ અહીં હતો. પિતાને પણ પોતાની પત્ની આગળ નમતું મુકવું પડ્યું. હવે વશું ઉપર ચાંપતી નજર રાખવામાં આવી. મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યો. પોતાની સહેલી જોડેથી તેને કોલ કરીને મિલનને આખી વાત જણાવી. મિલન પણ આ જાણીને ભાગી પડ્યો.

અસહ્ય વેદના દિલમાં હતી પણ કોઈ માતાનો જીવ લઈને આખી જિંદગી મહેણાં સાભરવા પડે એવું મિલન માટે યોગ્ય ન હતું. એને વશુંને જણાવી દીધું કે “તારી મમ્મી કહે તો જ આપણે લગ્ન કરીશું. હું તારી રાહ જોવા તૈયાર જ શું ?”.

હવે તો વશું એ જમવાનું પણ બંધ કરી દીધું. દિવસે દિવસે તે ઓગળતી હતી. એક દિવસ તેના જ પાપાનો કોલ મિલન ઉપર આવ્યો ” એક પિતાએ પોતાની દીકરીની ભીખ માગી. મિલન એને સમજાવ નહીં તો મારી દીકરીને હું ખોઈ બેસીશ”.

મિલને વશું જોડે વાત કરીને બોલ્યો ” મને સુખી જોવા માંગતી હોય તો તારા ઘરના લોકો કહે એમ કર”.
વશું” પણ મારા માથે તારું સિંદૂર છે. હું તમને મારો પતિ અપનાવી ચુકી છું. હવે બીજું મંગળસૂત્ર કેમ પહેરાય ? . ભગવાન મને માફ નહીં કરે મિલન!!!!!!”.

જોકે મિલન જોડે પણ જવાબ ન હતા. પણ તેને કહીજ દીધું કે ” તને આપના પ્રેમની કસમ”. કોલ કટ કરીને તે ખુબ રડ્યો.

પોતાના પ્રેમની વાત માનીને વશું ઘરના લોકો કહે એ માટે તૈયાર થઇ ગઈ. પણ એ રુહનો પ્રેમ હતો કેમ ભુલાય. દરેક શ્વાસે નામ તો મિલનનું જ હતું. આખરે જીવતી લાશ થઈને કોઈના માટે ફેરા ફરવાનું વિચારી લીધું હતું. પણ જીવ તો બીજે જ હતો…

પોતાના પ્રેમની યાદમાં વશું આજે પણ પોતાની આંખોમાંથી અશ્રુધારા વહાવે છે….. મિલન પણ પોતાની વશું આજે આવશે એવી યાદોમાં જીવન વિતાવે છે…

અધુરો છું આજે પણ તારા વગર કોઈને કહી શકતો નથી,
ઇન્તજાર તો તારો સાત જન્મનો છે પણ તું કિસ્મતમાં નથી…..

મયંક પટેલ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.