હિપ હિપ હુર્રે ફેમ અભિનેત્રી કિશ્વર મર્ચેંટ બની માતા, શેર કરી નવા મહેમાનની પહેલી તસવીર

ખુશખબરી: 40 વર્ષની ઉંમરે કિશ્વર મર્ચેંંટની ઘરે ગુંજી કિલકારી- જુઓ ક્યૂટ તસવીરો

“બિગબોસ” ફેમસ કપલ કિશ્વર મર્ચેંટ અને સુયશ રાયના ઘરે હાલમાં જ ખુશીઓએ દસ્તક દીધી છે. 40 વર્ષની ઉંમરે કિશ્વર માતા બની છે. કિશ્વર મર્ચેંટ અને સુયશ રાયના ઘરે નાના મહેમાનની કિલકારી ગુંજી છે. આ વાતની જાણકારી કિશ્વર અને સુયશે સોશિયલ મીડિયા પર આપી છે. આ સાથે જ તેમણે તેમના બાળકની તસવીર પણ શેર કરી છે.

અભિનેત્રી કિશ્વર મર્ચેંટ અને સુયશ રાય માતા-પિતા બની ગયા છે. કિશ્વરે શુક્રવારે પ્રેમાળ દીકરાને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને હાલ સ્વસ્થ જણાવવામાં આવી રહ્યા છે. આમ તો પૂરા પરિવાર માટે આ ખુશીનો અવસર છે પરંતુ નવા નવા પિતા બનેલ સુયશ રાયની ખુશીનું તો કંઇ ઠેકાણુ જ નથી. તેઓ પિતા બની ગયા છે અને આ વાતથી તેઓ ઘણા જ ખુશી છે.

પિતા બન્યા બાદ સુયશ રાયે પોતાની પરફેક્ટ ફેમિલી તસવીર પણ શેર કરી છે. જેમાં હેપ્પી ફેમિલી સ્પષ્ટ જોવા મળી રહી છે. માતાના ખોળામાં નાનો મહેમાન અને પહેલુ હગ. કિશ્વર મર્ચેંટ અને સુયશ રાય બંનેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખાસ તસવીર શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

કિશ્વરે તસવીર શેર કરતા લખ્યુ છે કે, 27.08.21… બેબી રાયનું સ્વાગત છે. અભિનેત્રીએ કેપ્શનમાં હેશટેગ સુકીશનું બેબી એવું પણ લખ્યુ છે. અભિનેત્રીએ તેના પ્રેગ્નેસી દિવસને ઘણુ એન્જોય કર્યુ છે. તે સતત બેબી બંપ સાથે તેની ખૂબસુરત તસવીરો શેર કરતી રહેતી હતી. છેલ્લા દિવસોમાં જ તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે લખ્યુ હતુ, તે મને 9 મહિનામાં ખૂબ જ ખૂબસુરત બનાવી છે અને મારા માટે આ સમય તે ઘણો સરળ બનાવી દીધો. હવે હું તારો ચહેરો જોવાની રાહ જોઇ રહી છુ.

તસવીર શેર કર્યા બાદથી કપલને બધી બાજુથી શુભકામનાઓ મળી રહી છે. સેલેબ્સથી લઇને ચાહકો સુધી બધા તેમને આ ખાસ અવસર પર વિશ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, કિશ્વરની ગોદભરાઇની રસ્મ થઇ હતી અને જેમાં ઇન્ડસ્ટ્રીના ખાસ મિત્રોને પણ તે બંનેએ આમંત્રણ આપ્યુ હતુ. જેની ખૂબસુરત તસવીરો સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કિશ્વર અને સુયશની પહેલી મુલાકાત શુટિંગ સેટ પર થઇ હતી બંનેની ઉંમરમાં 8 વર્ષનું અંતર છે. પરંતુ સંબંધ વચ્ચે કયારેય પણ કોઇ ખટાશ નથી આવી. તેઓએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો, કિશ્વરે પોપ્યુલર શો શક્તિમાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે હિપ હિપ હુર્રે, સરહદે, દેશ મેં નિકલા હોગા ચાંદ, કસોટી જિંદગી કે, પિયા કા ઘર, ખિચડી, પ્યાર કી એક કહાની, અમૃત મંથન, મધુબાલા અને એક હસીનાથી જેવી ધારાવાહિકમાં કામ કર્યુ છે. છેલ્લી વાર તે ધારાવાહિક કહાં હમ કહાં તુમમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt)

Shah Jina