પ્રેગ્નેંસી પર બોલી કિશ્વર મર્ચેંટ – લાપરવાહીમાં ભૂલી ગઇ હતી પીરિયડ થઇ ગયા મિસ, બે મહિના બાદ મળી ખુશખબરી
ફેમસ ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચેંટ અને અભિનેતા સુયશ રોય ઇન્ડસ્ટ્રીના લવિંગ કપલમાંના એક છે. બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. બંને તેમનુ જીવન ખુલીને જીવે છે. ઘણીવાર બંને સાથે ચિલ કરતા જોવા મળે છે.
હાલમાં જ બંને સ્ટાર્સે તેમના ચાહકો સાથે એક ખુશખબરી શેર કરી હતી. કિશ્વર મર્ચેંટ અને સુયશ જલ્દી જ અને પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે. હાલમાં જ બંનેએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.
ટીવી અભિનેત્રી અને બિગબોસની કંટેસ્ટન્ટ કિશ્વર રાય 40 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેટ છે. કિશ્વરે સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી. બેબી બંપ ફ્લોન્ટ કરતા તેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો અંદાજ જોવાલાયક છે.
આ વીડિયો શેર કરતા તેણે કેપ્શન લખ્યુ છે કે, કયાં છે તુ… મારા પેટમાં છે. આ વીડિયોમાં કિશ્વર બેબી બંપ પર હાથ ફેરવી રહી છે. કિશ્વરે હાલમાં જ તેની એક મોટી લાપરવાહી વિશે જણાવ્યુ હતું.
View this post on Instagram
ટાઇમ્સ ઓફ ઇંડિયા સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે, આ ખૂબ જ શાનદાર છે. મારે કહેવા માટે શબ્દો નથી. હું થોડી નર્વસ છુ કારણ કે આ અમારુ પહેલુ બેબી છે. જો કે, અમે પ્રેગ્નેંસીની ખબર સાંભળી થોડા શોક્ટ રહી ગયા હતા.
તેણે આગળ જણાવ્યુ કે, હું લાપરવાહીમાં ભૂલી ગઇ હતી કે, મારા પીરિયડ્સ મિસ થઇ ગયા છે. એવામાં અમને 17 જાન્યુઆરીએ પ્રેગ્નેંસી વિશે ખબર પડી. આ સમયે હું બે મહિનાની પ્રેગ્નેટ હતી.
હાલમાં જ કિશ્વરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સુયશ સાથે એક તસવીર શેર કરી હતી અને જણાવ્યુ હતુ કે, ઓગસ્ટ 2021માં નવો મહેમાન આવશે.
View this post on Instagram
કિશ્વર મર્ચેંટે રિયાલિટી શો “બિગબોસ 9″માં ભાગ લીધો હતો. તેની સાથે સુયશ પણ જોવા મળ્યો હતો. વર્ષ 2016માં કિશ્વરે “બ્રહ્મરાક્ષસ” શો સાથે ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરી હતી. તે જ વર્ષે ડિસેમ્બરમાં કિશ્વર અને સુયશે લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram