ટીવી જગતની જાણીતી અભિનેત્રી કિશ્ચર મર્ચેન્ટ અને તેના પતિ અને અભિનેતા સુયશ રૉય ઇન્ડસ્ટ્રીના રોમેન્ટિક કપલમાના એક માનવામાં આવે છે.બંને પોતાનું જીવન દિલ ખોલીને જીવે છે, બંનેની જોડી દર્શકો ખુબ પસંદ કરે છે.એવામાં તાજેતરમાં જ બંનેએ એક ખુશ ખબર શેર ર્ક્યા છે કે બંને પહેલી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
View this post on Instagram
બંનેએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. કિશ્ચરે અમુક દિસવો પહેલા જ પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે બાથરૂમમાં મિરરની સામે ઊભીને પોતાના વધેલા પેટ પર હાથ ફેરવી રહી હતી. આ સિવાય તેણે બેબી બમ્પ સાથે ઘણી સેલ્ફી પણ લીધી હતી.
View this post on Instagram
વિડીયો શેર કરીને કિશ્ચરે લખ્યું કે,”ક્યાં છે તું, મારા પેટમાં છે ને! થ્રોબેક જાન્યુઆરી, 2021″. કિશ્ચરે કહ્યું કે અમને જાન્યુઆરીમાં મારા ગર્ભવતી હોવાની જાણ થઇ હતી, જ્યારે મને થાક લાગવા લાગ્યો ત્યારે મને મહેસૂસ થયું કે તેનું કારણ ગર્ભાવસ્થા હોઈ શકે છે.
View this post on Instagram
વીડિયો શેર કરતા કિશ્ચરે એ પણ જણાવ્યું હતું કે તેનો આ વીડિયો ઘણા સમય પહેલાનો છે અને તે માલદિવનો છે. જાન્યુઆરી મહિનામાં કિશ્ચર પતિ સાથે માલદીવ વેકેશન પર ગઈ હતી.
View this post on Instagram
સૂયશે પણ ઇન્સ્ટાગ્રામ પર કિશ્ચર સાથે તસ્વીર શેર કરતા ચાહકોને આ ખુશ ખબર આપી છે, સૂયશે લખ્યું કે,”હું તારા બાળકનો પિતા બનવાનું છું, અમને ઓગસ્ટ મહિનાની રાહ છે”.તસ્વીરમાં સુયશ ઘૂંટણો પર બેઠેલો છે અને સામે રેતી પર ઓગસ્ટ-2021 લખેલું છે.
View this post on Instagram
કિશ્ચર અને સૂયશે લાંબા સમય સુધી ડેટ કર્યા પછી વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. કિશ્ચર ઉંમરમાં સુયશ કરતા 8 વર્ષ મોટી છે, અને તે 40 વર્ષની ઉંમરે પહેલી વાર માતા બનવા જઈ રહી છે.
જુઓ કિશ્ચરનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વીડિયો…
View this post on Instagram