ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: રિયા પછી ‘ABCD’ નો આ દિગ્ગજની ડ્રગ્સ સપ્લાયનાં આરોપમાં ધરપકડ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સમયે આવ્યા બાદ ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેની પ્રેમિકા રિયાની ધરપકડ બાદ તેને ઘણા લોકોના નામ પણ જાહેર કર્યા હતા. ત્યારબાદ એનસીબીએ તપાસ પણ શરૂ કરી હતી. તો બીજી તરફ મેંગ્લોર પોલીસની ક્રાઇમબ્રાન્ચ દ્વારા શનિવારના રોજ ડ્રગ્સ કેસમાં કોરિયોગ્રાફર કિશોર શેટ્ટની ધરપકડ કરી છે. તેના ઉપર ડ્રગ્સ રાખવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલામાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by kishore aman shetty official🇮🇳 (@kishore_aman_shetty) on

કિશોર રેડ્ડીએ પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડીસુજાની ફિલ્મ ABCDમાં કામ કર્યું છે. તેને રિયાલિટી ડાન્સ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ ભાગ લીધો હતો. જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by kishore aman shetty official🇮🇳 (@kishore_aman_shetty) on

મેંગ્લોર પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે મુંબઈથી મેંગ્લોર ડ્રગ્સની સપ્લાય કરતો હતો. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે કોરિયોગ્રાફર કિશોર શેટ્ટી વિરુદ્ધ FIR નારકોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by kishore aman shetty official🇮🇳 (@kishore_aman_shetty) on

મેંગ્લોર શહેરના પોલીસ અધિકારી વિકાસ ટૂંક સમયમાં આ મામલે ઔપચારિકતા પૂર્ણ કરશે અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે.

 

View this post on Instagram

 

A post shared by kishore aman shetty official🇮🇳 (@kishore_aman_shetty) on

સુશાંત કેસની અંદર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જેની અંદર ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ ઘણા નામ સામે આવે તેવી આશા પણ રાખી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.