અમેરિકાની નોકરી છોડીને ઉઠાવ્યું જોખમ, IIT એન્જીનીયરે 20 ગાય ખરીદીને શરૂ કરી ડેરી, કમાણી છે અધધધ કરોડ

અમેરિકી નોકરીને મારી લાત, ગામમાં 20 ગાયોથી શરૂ કર્યો બિઝનેસ, કમાણી છે અધધધ કરોડો

કહેવાય છે ને કે જો મન મક્કમ હોય અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કામ અશક્ય નથી હોતું.  તમે પણ એવા ઘણા  કિસ્સાઓ સાંભળ્યા હશે કે લોકોએ સારી એવી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હોય અને તેમાં સફળતા પણ મેળવી હોય. આ તે જ લોકો છે જે સફળતા મેળવવાના સપના તો જુએ જ છે અને તેને સાકાર કરી પણ બતાવે છે.એવું જ એક ઉદાહરણ છે કિશોર ઇન્દુકુરી, જેમણે અમેરિકાની નોકરી છોડીને ડેરી ઉદ્યોગ વિકસાવ્યો અને આજે કરોડોમાં થાય છે કમાણી. આવો તો જાણીએ કિશોરના સફળતા પાછળની કહાની.

મૂળ કર્ણાટકના રહેનારા કિશોરે આઈઆઈટી એન્જીનીયરીંગનો અભ્યાસ ખડગપુરથી કર્યો હતો, જેના પછી તે પીએચડી કરવા માટે અમેરિકા ચાલ્યા ગયા હતા. કિશોરને અમેરિકામાં ઇન્ટેલ જેવી જાણીતી કમ્પની સાથે કામ કરવાનો મૌકો મળ્યો. અહીં અમેરિકામાં કિશોરે 6 વર્ષ નોકરી કરી જેના પછી તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. વર્ષ 2012માં કિશોરે હૈદરાબાદમાં રહીને ડેરી ઉદ્યોગ વિકસાવાનું શરૂ કર્યું, જો કે તેના માટે તેને ઘણી રિસર્ચ પણ કરી હતી. કિશોરનું માનવું હતું કે તે પોતાની ડેરી દ્વારા લોકને શુદ્ધ દૂધ પહોંચાડી શકશે.

ડેરી ઉદ્યોગ શરૂ કરવા માટે કિશોર અમેરિકાની આરામદાયક અને હાઈ સેલેરી વાળી નોકરી છોડીને ભારત આવી ગયા અને હૈદરાબાદમાં સીડ્સ ફાર્મના નામથી ડેરી શરૂ કરી અને ગ્રાહકોના આધાર પર ભેળસેળ વગરનું દૂધ આપવાનું શરૂ કર્યું. ભારત આવીને તેમણે પહેલા 20 ગાય ખરીધી હતી જો કે શરૂઆતમાં તેમને આ બિઝનેસમાં ઘણી સમસ્યાઓ આવી પણ ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી અને ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો.

આ કામમાં કિશોરના પરિવારે પણ તેનો ખુબ સાથ આપ્યો હતો.પહેલા તો કિશોરે ડેરી શરૂ કરવા માટે પોતાના પરિવાર પાસે મદદ માંગી હતી એક કરોડ રૂપિયાના શરૂઆતના નિવેશ  પછી 2 કરોડ રૂપિયા સાથે તે પોતાનો બિઝનેસ શરૂ કરવામાં કામિયાબ રહ્યા હતા.વર્ષ 2018માં ડેરી ઉદ્યોગને આગળ વિકસાવવા માટે તેને 1.3 કરોડ રૂપિયાની બેન્ક લોન પણ મળી હતી.

તેની ડેરી રોજના 10,000 જેટલા ગ્રાહકોને દૂધ પહોંચાડી રહી છે અને વર્ષનો કરોડોનો વેપાર કરે છે.આજે તેની ડેરી 44 કરોડ રૂપિયાની કંપની બની ચુકી છે.કિશોરના ડેરી ફાર્મમાં 120 જેટલા લોકો કામ કરે છે. હાલ તેની કંપની માત્ર દૂધ જ નથી પણ દૂધથી બનેલી પ્રોડક્ટનો પણ વેપાર કરી રહી છે.ડેરી પ્રોડક્ટમાં ગાય અને ભેંસના દૂધની સાથે સાથે માખણ, સ્કીમ દૂધ, ઘી, પનીર  જેવી વસ્તુઓ પણ શામિલ છે.

Krishna Patel