કિશનગંજમાં પ્લમ્બરની પત્નીએ પતિની હત્યા કરી ધ્રુસકે ધ્રુસકે રડી, પોલીસે એક ઝાટકે પકડી લીધી, આ રીતે ફૂટ્યો ભાંડો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર હત્યાનું કારણ અંગત અદાવત હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ…હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પ્લમ્બર પપ્પુની હત્યા થઇ હતી અને આ કેસમાં હવે પોલિસને સફળતા મળઈ છે. પોલીસે એમજીએમ કોલેજના પ્લમ્બર પપ્પુની હત્યાનો ભેદ ઉકેલવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસમાં મૃતક પપ્પુની પત્ની પ્રીતિ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસનો દાવો છે કે આ હત્યા પ્લમ્બરની પત્ની દ્વારા કોન્ટ્રાક્ટ કિલર દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મંગળવાર 26 જુલાઈના રોજ MGM મેડિકલ કોલેજના પ્લમ્બર પપ્પુની ઘરે પરત ફરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે પ્લમ્બરની પત્ની પ્રીતિ, જે તેના દિયરના પ્રેમમાં પાગલ હતી, તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપવા માટે કોન્ટ્રાક્ટ કિલરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશ પત્ની પ્રીતિને સોંપી હતી અને પત્નીના નિવેદનના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. કિશનગંજમાં દિયરના પ્રેમમાં પત્નીએ પતિની હત્યા કરી નાખી.

તેણે આ માટે 1 લાખમાં શૂટર્સ રાખ્યા હતા. તે તેના પતિનું લોકેશન પૂછીને શૂટર્સને કહેતી રહી અને આ લોકેશન દ્વારા શૂટરોએ તેના પતિને ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ આરોપીને લાગ્યું કે તે મરી ગયો છે, તો તેને છોડીને જતો રહ્યો. યુવકે તેની પત્નીને ફોન કરીને કહ્યું કે તેને ગોળી વાગી છે અને તે જલ્દી આવે. ત્યારબાદ પત્નીએ શૂટર્સને ફરી બોલાવ્યા અને કહ્યું કે તે હજી જીવિત છે. કામ પૂરૂ થયું નથી. તેના શૂટરો ફરી પાછા આવ્યા અને તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી.

26 જુલાઈના રોજ થયેલી પપ્પુ પ્લમ્બરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની, મૃતકના ભાઈ સહિત એક શૂટરની ધરપકડ કરવામાં આવી છે. એસપી ડો. ઈનામુલ હક મેગાનુ દ્વારા રચાયેલ એસઆઈટીએ 7 દિવસમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કાર્યવાહીની માહિતી આપી હતી. એસપીએ કહ્યું કે પપ્પુની પત્ની પ્રીતિ ગુપ્તાએ તેના દિયર સાથે મળીને આ હત્યા કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી પિસ્તોલ સહિત 6 મોબાઈલ પણ જપ્ત કર્યા છે.

Shah Jina