ધંધુકામાં માલધારી યુવકની હત્યા બાદ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોકોને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને કહ્યું, “આપણે હવે નામ…”

ગત તા. 25 જાન્યુઆરીના રોજ અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં માલધારી યુવક કિશન ભરવાડની  હત્યાનો મામલો આખા દેશમાં ગુંજી રહ્યો છે. કિશનને ન્યાય મળે તે માટે થઈને લોકો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. આ શ્રેણીમાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ કિશનને ન્યાય મળે તે માટે પોસ્ટ કરી હતી, ત્યારે હવે ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ આગળ આવ્યા છે અને લોકોને અપીલ કરી છે.

રાજભા ગઢવીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં એક વીડિયો પોસ્ટ કરીને લોકોને ખાસ અપીલ કરી છે. રાજભાએ કિશન ભરવાડની હત્યા ઉપર દુઃખ પણ વ્યક્ત કર્યું અને જણાવ્યું છે કે “ભારતની અખંડતા તોડવા માટેના ઘણીવાર પ્રયાસો કરવામાં આવ્યા છે તે છતાં પણ બધા નિષ્ફળ રહ્યા છે.”

રાજભા ગઢવીએ ગુજરાત પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માણ્યો હતો કે તેમને ગણતરીના સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી. રાજભાએ આગળ જણાવ્યું કે દ્વારા અશાંતિ રૂપી બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે,  પરંતુ પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા છે.

રાજભાએ આગળ એમ પણ જણાવ્યું કે હવે આપણે બધાએ એક થવું પડશે, અને આપણા નામમાં પણ ભારતીય લખવું પડશે. આ ઉપરાંત તેમને અન્ય સમાજના આગેવાનોને પણ આગળ આવવું જણાવ્યું હતું અને તેમના સમાજની અંદર જે લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે તેમને રોકવા માટે પણ રાજભાએ અપીલ કરી હતી.

આ ઉરપટ રાજભાએ આવા ગુન્હાઓ કરવાવાળા લોકોને ફાંસી મળવી જોઈએ એવી માંગ પણ કરી હતી. રાજભાએ કિશનના પરિવાર ઉપર જે આ સમયે દુઃખ વ્યાપી રહ્યું છે તેના વિશે પણ આ વીડિયોની અંદર ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાજભાએ એમ પણ જણાવ્યું કે કિશને જે પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી તેના ઉપર માફી પણ માંગી હતી. તે છતાં પણ તેને મારવામાં આવ્યો તેના ઉપર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Niraj Patel