ધંધુકાના માલધારી યુવકની હત્યામાં ઝડપાયેલા દિલ્હીના મૌલાનાના રિમાન્ડમાં થઇ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા, સાંભળીને તમે પણ હચમચી ઉઠશો

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યાને આજે એક અઠવાડીયુ પૂર્ણ થઇ ગયું છે,. ગત 25 જાન્યુઆરીના દિવસે કિશનની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના બાદ આખા ગુજરાતની અંદર કિશનને ન્યાય મળે તેવી માંગણીઓ ઉઠી રહી છે, આ ઉપરાંત પોલીસની ટીમ પણ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે.

કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ મામલામાં કોર્ટ સમક્ષ પોલીસ તરફથી ખાસ સરકારી વકીલ જે.સી. પટેલે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મૌલાના કમરગની ઉસ્માની ઉર્ફે ઉસ્માનમિયાં હબીબુદ્દીન ઉસ્માની તહેરીકે ફરોગે નામની સંસ્થા ચલાવી રહ્યો છે. મૌલાના અને તેની સંસ્થા કરાચની દાવત-એ-ઇસ્લામી સંગઠના સાથે સંકળાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

મૌલાના ભારતના જુદાં-જુદાં શહેરો અને વિસ્તારોમાં ફરીને ધાર્મિક ભડકાઉ ભાષણો આપી અને લોકોને ઉશ્કેરતો હતો. મૌલાના મોબ લિંચિંગ કરનારા લોકો અને તેમના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા લોકોને પાઠ ભણાવવા માટે તે તેમના સમુદાયના લોકોને ઉશ્કેરતો હતો. અગાઉ પણ ઉશ્કેરીણીજનક ભાષણ આપવા બદલ તેની સામે ત્રિપુરા રાજ્યમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદ બાદ તેની ધરપકડ પણ થઇ હતી અને જામીન મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીએ પોલીસ પૂછપરછમાં ઘણા જ ચોંકાવનારો ખુલાસાઓ પણ કર્યો હતો. મૌલાનાએ કબૂલ્યું હતું કે તે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે. તેની આ સંસ્થા પાકિસ્તાનના કરાંચીમાં આવેલી છે અને અમદાવાદ સહિત દેશ અને દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે.

ત્યારે હવે આ મામલામાં તપાસ કરી રહેલી ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ અમદાવાદ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. જ્યાં મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક ઉપરાંત એરગન મળી આવ્યા હતા. જમાલપુરની મસ્જિદમાં કિશન ભરવાડની હત્યાનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરની પણ તપાસ કરી હતી. જ્યાંથી મૌલાના ઐયુબે લખેલું પુસ્તક પણ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન પણ કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

કિશન ભરવાડ તેની હત્યાના 20 દિવસ પહેલા જ એક ફૂલ જેવી દીકરીનો પિતા બન્યો હતો. હજુ તે તેની દીકરીને મન ભરીને રમાડી નહોતો શક્યો ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવી. કિશનની સાસરી વડોદરામાં આવેલી છે અને કિશનના નિધન બાદ તેના સાસરિયાના લોકો પણ ઊંડા આઘાતમાં જોવા મળી રહ્યા છે.

આ બાબતે કિશનના સસરા સાથે સ્થાનિક મીડિયા દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી હતી. ત્યારે કિશનના સસરા જેસંગભાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો વિવાદ થયા બાદ તેમને તેમના જમાઈને વડોદરા આવી જવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ જમાઈએ તેમને જણાવ્યું હતું કે આ બાબતે સમાધાન થઇ ગયું છે અને ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. પરંતુ તેના થોડા જ દિવસ બાદ કિશનની હત્યા થઇ ગઈ.

કિશનના સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે, કિશનની હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. જેના કારણે હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.”

તેમને આગળ જણાવ્યું હતું કે, “મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી આપો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો, કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.”

ગઈકાલે વડોદરા ખાતે કિશન ભરવાડની સાસરીમાં સાસરિયા પક્ષનું બેસણું યોજવામાં આવ્યું હતું. ત્યાં કિષ્નભાઈના સસરા જેસંગભાઈ અને તેમના સાળા પ્રકાશભાઈએ દિવ્ય ભાસ્કરને જણવ્યું હતું કે “અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.”

Niraj Patel