દીકરીના કંકુ પગલાં કરી રહેલા કિશન ભરવાડનો છેલ્લો વીડિયો થયો વાયરલ, દીકરીનું સપનું જાણીને રડી પડશો

ધંધુકામાં ગત 25 જાન્યુઆરીના રોજ થયેલ કિશન ભરવાડની હત્યાના મામલામાં પોલીસની તપાસ તેજ બની છે, તો બીજી તરફ કિશન સાથે જોડાયેલી યાદો પણ લોકોની આંખો ભીંજવી રહી છે. કિશન સાથે જોડાયેલી એક પછી એક યાદો બહાર આવી રહી છે, ત્યારે હાલ કિશનનો એક છેલ્લો વીડિયો પણ બહાર આવ્યો છે.

કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો, તે પિતા બન્યો હતો અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ વ્યાપેલો હતો. પરંતુ દીકરી જન્મના થોડા દિવસ બાદ જ કિશનની હત્યા કરી દેવામાં આવી અને પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં પરિણમી હતી. ત્યારે કિશનના પરિવાર દ્વારા પણ ન્યાય માટે આજીજી કરવામાં આવી રહી છે.

કિશનના સસરાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, “દીકરીના નામકરણ વખતે તેમણે અમારી બધાની હાજરીમાં જમાઇ કિશને કહ્યું હતું કે મારું સપનું છે કે હું મારી દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવીશ. પરંતુ હવે તેમની એ ઇચ્છા અધૂરી જ રહી ગઇ, હવે અમે તેમની આ ઇચ્છા પૂરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પૂરી કરીશું.”

કિશનની દીકરીનો જન્મ થયા બાદ કિશન ખુબ જ ખુશ ખુશાલ હતો, પત્નીની ડિલિવરી બાદ તેને હોસ્પિટલમાંથી રજા  આપવામાં આવી ત્યારે ઘરમાં પ્રવેશતા પહેલા જ દીકરીના કંકુ પગલાં કરાવ્યા હતા. દીકરીના ઘરમાં પ્રવેશતા જ કંકુ પગલા લઈએં ફૂલોની ચાદર ઉપર તેની પાપા પગલી કરાવી હતી.

કાપડ ઉપર રાખેલા કંકુ પગલાં સાચવી રાખવામાં આવ્યા હતા અને ઘરમાં પણ કંકુના પગલાં કરવામ આવ્યા હતા. દીકરીના ગૃહપ્રવેશ સમયે ખાસ ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાયણનો પ્રસંગ હોય દીકરીની આજુબાજુ પતંગ, ફીરકી અને ચીક્કી દ્વારા પણ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

કિશન ભરવાડના વાયરલ થઇ રહેલા અંતિમ વીડિયોમાં કિશન ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે. તેના હાથમાં તેની દીકરી પણ છે અને આંખોમાં દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપના પણ જોવા મળી રહ્યા છે, પરંતુ દીકરી જન્મના થોડા દિવસ બાદ જ તેની હત્યા કરી દેવામાં આવી અને પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો.

Niraj Patel