આજે કિશન ભરવાડનું યોજાયું બારમું, પરિવારના રડી રડીને હાલ થયા બેહાલ, મરશિયા ગવાતા જ પત્ની ખોઈ બેઠી સૂઝ-બુઝ

આખા ગુજરાતની અંદર જે માલધારી યુવક કિશન ભરવાડની હત્યાનો મામલો હજુ પણ ગરમાઈ રહ્યો છે. તે કિશન ભરવાડનું આજે તેના વતન ચચાણા ખાતે યોજાયું. આજે કિશનના બારમાના દિવસે પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો હતો. કિશનના પિતા આજે કિશનની તસ્વીર પાસે ગમગીન થઈને બેઠેલા જોવા મળ્યા હતા.

કિશનના ભાઈઓ દ્વારા ઉત્તરક્રિયા કરવામાં આવી હતી તો કિશનના સસરા પણ ઉત્તરક્રિયા માટે કિશનના ગામ ચચાણા આવી પહોંચ્યા હતા. કિશનની ઉત્તરક્રિયામાં તેના પરિવારજનો, સાગા સંબંધીઓ ઉપરાંત માલધારી સમાજના લોકો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તરક્રિયા કરાવવા માટે કિશનનો નાનો ભાઈ બેઠો હતો. તો આ પ્રસંગે સમાજની સ્ત્રી દ્વારા મરસીયા ગવાતા આખુંય વાતાવરણ ખુબ જ ગમગીન બન્યું હતું.


કિશનના પત્નીના રડી રડીને હાલ બેહાલ બની રહ્યા હતા. જ્યાં આજે વસંતપંચમીના તહેવારને લઈને આખા દેશની અંદર ઠેર ઠેર મોટા પ્રમાણમાં લગ્નો યોજાય છે અને મંગલ ગીતો ગવાય છે ત્યાં આજે કિશનના ઘરની અંદર ગવાતા મરશિયાથી શોકનો માહોલ ફરી વળ્યો હતો.

ગત મહિનાની 25 જાન્યુઆરીના રોજ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આખા ગુજરાતને કિશનના નિધન ઉપર દુઃખ થયું છે, ત્યારે કિશનના પરિવારની આ સમયમાં હાલત ખુબ જ કફોળી બની છે. કિશનના નિધન બાદ તેના ઘરે રોજ સંખ્યાબંધ લોકો કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવતા રહે છે. લોકો આવીને કિશનના ઘરે લગાવવામાં આવેલી તસ્વીરને પ્રમાણ કરે છે અને પરિવારના સદસ્યોને સાંત્વના પાઠવે છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ અને એટીએસની તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે.  કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી 10 જેટલા આરોપીઓની ધપરકડ કરી લેવામાં આવી છે. બે દિવસ પહેલા જ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ ઝડપાયા હતા આ ત્રણમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જયારે અન્ય એક આરોપીએ શબ્બીરને ભાગવામાં મદદ કરી હતી.
(સૌજન્ય:દિવ્ય ભાસ્કર)

Niraj Patel