ધ્યાન રાખજો તમારી સાથે ક્યાંક કિર્તીદાન ગઢવી જેવું ના થાય, વોટ આપવા ગયા ત્યારે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન એવી ભૂલ કરી બેઠા કે…

રાજકોટમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લોકગાયક કીર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા, જાણો કારણ

હાલમાં તો આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ગઇકાલના રોજ એટલે કે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયુ હતુ. તે બાદ હવે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.જે બાદ 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે ગઇકાલના રોજ રાજકોટમાંથી એક એવા સમાચાર સામે આવ્યા, જેણે બધાને વિચારતા કરી દીધા.

ડાયરામાં રમઝટ બોલાવી દેશ-વિદેશમાં ફેમસ થયેલા લોકગાયક કિર્તીદાન ગઢવી અધુરા પુરાવા સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને તેને કારણે તેમને મતદાન કરવામાં વિલંબ થયો હતો. બુથ પરના ચૂંટણી અધિકારીએ હાર્ડ કોપી મંગાવવા માટે કહ્યું જે બાદ કિર્તીદાન ગઢવીએ હાર્ડ કોપી મંગાવી અને પછી વોટ આપ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ત્યારે તે પોતે ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા. તેઓ ડિજીટલ ડોક્યુમેન્ટ્સના આધારે વોટ આપવા પહોંચતા તેમને અધિકારીએ કહ્યું કે, આધાર કાર્ડ લઈને આવો.

કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર જ વોટ કરવા પહોંચ્યા હતા અને તેને કારણે તેમને વોટ આપવામાં રાહ જોવી પડી હતી. તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. જો કે, તેમને મતદાન કરતા અટકાવતાં તેમણે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. જણાવી દઇએ કે, જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર કીર્તિદાન ગઢવીને જયારે મતદાન કરતાં અટકાવવામાં આવ્યા

ત્યારે તેમણે દલીલ કરી હતી કે તેમની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે અને તેમ છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું. જો કે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્સ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. તે બાદ તેમણે માધાપર તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હતું. કીર્તિદાન ગઢવીએ આ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ આમ તો નિયમિત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે,

પણ મતદાનની પ્રક્રિયામાં જ તેનો અમલ થતો નથી. તેમણે કહ્યુ કે, તેઓ 45 મિનિટથી મતદાન કરવા રાહ જોઈ રહ્યા છે, તેમની પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી, પણ ડિજિટલ કોપીમાં છે, તેમ છતાં પણ ચૂંટણીતંત્રમાં ફરજ પર હાજર કર્મચારીઓ તેમને મત આપતા અટકાવી રહ્યા છે. કારણ કે મારી પાસે હાર્ડ કોપીમાં આધારકાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.

Shah Jina