અમેરિકાની ધરતી ઉપર મહારાજાની જેમ કિર્તીદાન ગઢવીનું થયું ભવ્ય સ્વાગત, માતાજીની થઇ ભવ્ય આરતી, જુઓ વીડિયો

ગુજરાતના ખુબ જ જાણીતા અને લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી હાલ અમેરિકની અંદર તેમના કાર્યક્રમોમાં વ્યસ્ત છે, સોશિયલ મીડિયા દ્વારા કિર્તીદાન તેમના કાર્યક્રમોની ઝાંખી પણ સતત બતાવતા રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને ગુજરાતમાં બેઠેલા લોકો પણ માણે છે અને એમેરિકામાં ગુજરાતના આ વૈભવને નિહાળતા જોવા મળે છે.

કિર્તીદાન ગઢવી છેલ્લા ઘણા દિવસથી અમેરિકામાં છે અને અમેરિકામાંથી તે પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. કિર્તીદાન ગઢવીએ હાલમાં જ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તેમનુ ભવ્ય સ્વાગત અને માતાજીની ભવ્ય આરતી થતી જોવા મળી રહી છે.

કિર્તીદાન દ્વારા શેર કરવાંમાં આવેલા એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે તેમનું રાજ મહારાજાઓની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એક હોલની અંદર કિર્તીદાનને મીની કારમાં લાવવામાં આવે છે. આ કારને ફૂલોથી ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે. જેના ઉપર કિર્તીદાન સવાર છે.

આ સાથે જ તેઓ માઈકની અંદર “માઈ તેરી ચુનરિયા” ગીત ગાતા જોવા મળી રહ્યા છે. તો સાથે જ તેમની આસપાસ ઉભેલા લોકો તેમના વીડિયો અને તસવીરો લઇ રહ્યા છે. આ મીની કાર દ્વારા કિર્તીદાનને સ્ટેસજ સુધી પહોંચાડવામાં આવે છે.

સ્ટેજ ઉપર પહોંચીને કિર્તીદાન ગરબાની રમઝટ જમાવે છે અને અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ ગરબાના તાલ ઉપર ઝુમતા પણ જોવા મળી રહ્યા છે. આખો હોલ પબ્લિકથી ખચોખચ ભરેલો છે અને સૌ દાંડિયા રાસ સાથે ગરબાનો આનંદ પણ માણતા જોવા મળી રહ્યા છે.

તો કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલા એક અન્ય વીડિયોની અંદર માતાજીની ભવ્ય આરતી પણ થતી જોઈ શકાય છે. જેમાં કિર્તીદાન હાથમાં માતાજીની આરતીની થાળી લઈને ખુબ જ ભાવથી માતાજીની આરતી કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોની અંદર એ પણ જોવા મળી રહ્યું છે કે માતાજીની સ્થાપન પણ ખુબ જ સુંદર રીતે કરવામાં આવી છે. માતાજીની માંડવડી ઝગમગતા દીવડાઓ સાથે ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે. માંડવડીની આસપાસ રંગબેરંગી લાઈટ પણ ઝળહળી રહી છે.

તો જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં અંબે માતાજીની ખુબ જ સુંદર પ્રતિમા સાથે એક તરફ રાધાકૃષ્ણ અને બીજી તરફ રામ, લક્ષ્મણ અને સીતાજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી રહી છે. તો આ સાથે શિવજીની પ્રતિમાના પણ ત્યાં દર્શન થયા છે. આ ઉપરાંત બંને બાજુએ હનુમાન દાદા અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન જોઈ શકાય છે.

કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલા આ લાઈવ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, અમેરિકાની ધરતી ઉપર કિર્તીદાન ગઢવીના આ કાર્યક્રમમાં માનવ મહેરામણ પણ ઊમટતુ જોઈ શકાય છે સાથે સાથે તેમના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થતો પણ જોવા મળે છે.

કીર્તિદાન ગઢવી તેમની ટીમ સાથે અમેરિકાના દોઢ મહિનાના પ્રવાસે છે અને અહીંયા તે પોતાની ટીમ સાથે શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં પોતાના અવાજમાં ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી પોતાના કાર્યક્રમોની ઝાંખી તેમના સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે.

કિર્તીદાન ગઢવી ગાયિકીની દુનિયાનું ખુબ જ મોટું નામ છે, તેમને તેમના અવાજ દ્વારા ગુજરાતના ઘર ઘરમાં આગવું નામ બનાવ્યું છે. આ ઉપરાંત તેમને દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરીને પોતાની સાથે ગુજરાતનું નામ પણ ગુંજતું કર્યું છે.

Niraj Patel