ગુજરાતી ગાયક એવા કિર્તીદાન ગઢવીની ઓળખ આજે ગુજરાત પૂરતી જ નહિ દેશ વિદેશમાં પણ બની ગઈ છે. તેમના કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે, અને તેમના ડાયરાઓમાં પણ લોકો રૂપિયાનો વરસાદ કરતા હોય છે. આવા દૃશ્યો માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતમાં જ નથી જોવા મળતા, વિદેશોમાં પણ કિર્તીદાનના કાર્યક્રમોમાં લોકો નોટોનો વરસાદ કરે છે. આવું જ કંઈક હાલ અમેરિકામાં જોવા મળ્યું.
કિર્તીદાન ગઢવી અમેરિકામાં આયોજન કરવામાં આવેલી પ્રિ-નવરાત્રીના એક કાયર્ક્રમમાં અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં તેમને એક ગરબા કાર્યક્રમ કર્યો હતો. જેમાં ડોલરનો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો.
કીર્તિદાન ગઢવી તેમની ટીમ સાથે અમેરિકાના પ્રવાસે છે અને અહીંયા તે પોતાની ટીમ સાથે દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં ગરબાના આયોજન કરવામાં આવ્યા છે, જ્યાં કિર્તીદાન ગઢવી પોતાના અવાજનો જાદુ ચલાવવાના છે.
હવે ગણતરીના દિવસોમાં જ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગરબા રસિકો પણ ગરબાના તાલે ઝૂમવા માટે તૈયાર થઈને બેઠા છે. છેલ્લી બે નવરાત્રી કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ઉજવાઈ નથી, પરંતુ આ વર્ષે જયારે હળવી છૂટ મળવાના એંધાણ છે ત્યારે ગરબા રસિકો પણ ઉત્સાહમાં નજર આવી રહ્યા છે.
અમેરિકામાં પણ ઘણા ગુજરાતીઓ વસે છે અને ગુજરાતની જેમ અમેરિકામાં પણ દર વર્ષે નવરાત્રીનું આયોજન થતું હોય છે, પરંતુ અમેરિકામાં પણ કોરોનાનો કહેર હોવાના કારણે છેલ્લી બે નવરાત્રીનો રંગ રહ્યો નથી, ત્યારે નવરાત્રી પહેલા જ અમેરિકામાં પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં કિર્તીદાન ગરબાનો રંગ જમાવવા માટે પહોંચ્યા હતા.
હાલમાં જ કિર્તીદાન ગઢવીએ શિકાગોથી પોતાના પહેલા કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે અને શિકાગોમાં પોતાના અવાજના તાલે ત્યાં વેસી રહેલા અમેરિકી ગુજરાતીઓને પણ ઝુમાવ્યા છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ કિર્તીદાને સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
કિર્તીદાન ગઢવી અને તેમની ટીમ અમેરિકાની અંદર દોઢ મહિના સુધી અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પોતાના સુર તાલના સથવારે ઘુમાવશે, તેમના પહેલા જ કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો. કિર્તીદાન પણ ઘણા લાંબા સમય બાદ અમેરિકા પહોંચ્યા છે. ત્યારે તેમના આગમનથી ત્યાં વસી રહેલા ગુજરાતીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
View this post on Instagram
કિર્તીદાન ગઢવી ગાયિકીની દુનિયાનું ખુબ જ મોટું નામ છે, તેમને તેમના અવાજ દ્વારા ગુજરાતના ઘર ઘરમાં આગવું નામ બનાવ્યું છે. આ ઉપરાંત તેમને દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરીને પોતાની સાથે ગુજરાતનું નામ પણ ગુંજતું કર્યું છે.