ખબર

ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ,આ હતું કારણ, તમે પણ જુઓ વાયરલ વિડીયોમાં

છેલ્લા થોડા દિવસથી ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ ગુજરાતમાં જ ન નહિ પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક વ્યક્તિ ઉપર હુમલો કરવાના ગુન્હા હેઠળ કીર્તિને સુરતના પુણા ગામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે જેલના સળિયા પાછળ છે.

 

View this post on Instagram

 

A post shared by Kirti Patel (@kirti_patel_official5143) on

થોડા સમય પહેલા પણ કીર્તિ પટેલ દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે વિડીયો તેને ઘુવડ સાથે બનાવ્યો હતો અને જેના લીધે વેન વિભાગ દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ વિડીયો બનાવવા માટે કીર્તિ પટેલને 10 હજારનો દંડ અને વિડીયો શૂટ કરનારને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે કીર્તિ દ્વારા ભરી પણ દેવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેને આવા વિડીયો નહિ બનાવવા માટે તેના ફોલોઅર્સને પણ એક વિડીયો બનાવી વિનંતી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kirti Patel (@kirti_patel_official5143) on

પરંતુ હાલમાં જ એક બીજા ટિક્ટોક બનાવતા વ્યક્તિ સાથે ઓનલાઇન થયેલી માથાકૂટ બાદ બંને વચ્ચે ઝગડો વધી જતા તે વ્યક્તિ ઉપર હુમલો કરવાના ગુન્હામાં કીર્તિની ધરપકડ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kirti Patel (@kirti_patel_official5143) on

મળતી માહિતી મુજબ કીર્તિ પટેલ અને તેનો સાથી હનુ ભરવાડ એક વિવાદને લઈને બીજા એક ટીક ટોક વિડીયો બનવતા વ્યક્તિ રઘુ ભરવાડને મળી મામલો શાંત પાડવા માટે ગયા હતા, પરંતુ ત્યાં મામલો વણસી જતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને કીર્તિના સાથી હનુ ભરવાડે રાઘુ ભરવાડ ઉપર હુમલો કર્યો હતો આ સમયે કીર્તિ પણ સાથે જ હતી જેના કારણે રઘુએ પોલીસ ફરિયાદ કરતા, પુણા ગામની પોલીસે કીર્તિની ધરપકડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kirti Patel (@kirti_patel_official5143) on

કીર્તિ પટેલના ટીક ટોક ઉપરથી પણ કેટલાક એવા વિડીયો મળી આવે છે જેમાં કીર્તિ સામેના પક્ષને ઉગ્ર ભાષામાં જણાવી રહી છે.

@kirtipatel5143Halo Pok khava 😋😋😋 kone bhave ?? ##gujju ##swagstepchallenge ##teamsurat ##gj13♬ original sound – Kirti_patel_ni_moj

તમે પણ જુઓ એ વિડીયો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.