સુરતના વેપારી પાસે કીર્તિ પટેલે માંગી 2 કરોડની ખંડણી, પોલીસ ફરિયાદ થતા જ ટિકટોક ગર્લ ભૂગર્ભમાં, પોલીસ લાગી શોધખોળમાં
Kirti Patel ransom of 2 crores : સુરતની ફેમસ ટિક્ટોક સ્ટાર અને હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહેતી કીર્તિ પટેલને કોઈ ઓળખાણની જરૂર નથી રહી. ટિક્ટોકમાં કીર્તિએ મોટું નામ બનાવ્યું હતું પરંતુ ટિક્ટોક તો ભારતમાં બંધ થઇ ગયું પરંતુ કીર્તિએ અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નામ બનાવવાનું ચાલુ રાખ્યું. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ એક પછી એક વિવાદોમાં પણ આવતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં તેના લાઈવ વીડિયોની અંદર તે ખુલ્લેઆમ ગાળો બોલતી પણ જોવા મળે છે, આ ઉરપટ ઘણા મારામારી અને ધાકધમકીના મામલાઓમાં પણ કીર્તિ પટેલનું નામ સામે આવી ગયું છે, ત્યારે હવે ફરી એકવાર કીર્તિ પટેલનું નામ પોલીસ ચોપડે ચઢ્યું છે, જેમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવા બાબતે કેસ પણ નોંધાવવામાં આવ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં એક વેપારી દ્વારા કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, વેપારીની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી, જેમાં એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
આ મામલે એવું પણ સામે આવ્યું છે કે કીર્તિ પટેલ હાલ પોલીસ પકડથી ફરાર થઇ ગઈ છે અને તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલ વિરુદ્ધ આગાઉ પણ અનેક ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.