હવે આ શું કર્યુ સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલે ? કહેવા લાગી- છોકરીઓ બળતી નહિ હો મારા….

પોપટ થઇ ગયુ પોપટ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આ કેવી Hair સ્ટાઇલ કરી નાખી…જુઓ વીડિયો

ટીકટોકથી ફેમસ થયેલ સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ અવાર નવાર સમાચારોમાં રહે છે. હવે તે સોશિયલ મીડિયા સાથે સાથે ગુનાની દુનિયામાં પણ ઘણી ફેમસ થઇ ચૂકી છે. થોડા સમય પહેલા તે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી કોમલ પંચાલ પર જીવલેણ હુમલો કરવા બાબતે ચર્ચામાં આવી હતી. આ બાબતે સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

આ ઉપરાંત પણ તે ઘણા વિવાદોમાં સપડાઇ ચૂકી છે અને તેની પોલિસ દ્વારા ધરપકડ પણ થઇ ચૂકી છે. ત્યારે હાલમાં કીર્તિ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેનુું કારણ છે તેનો નવો લુક… કીર્તિ પટેલે કેટલાક દિવસ પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેનો નવો લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વીડિયોમાં કીર્તિની નવી હેરસ્ટાઇલ જોઇ શકાય છે. તેણે તેના હેર કટ કરાવ્યા છે અને પોતાને નવો લુક આપ્યો છે.

કીર્તિએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે કહી રહી છે કે કહેતા હતા ને કે બોય કટ કરાવી નાખ, તો જોઇ લો બોય કટ કરાવી નાખ્યા છે હો. આ ઉપરાંત તે એમ પણ કહી રહી છે કે એ છોકરીઓ બળતી નહિ હો મારા હેરથી. પોપટ થઇ ગયુ પોપટ. આ ઉપરાંત કીર્તિના વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગી રહ્યુ છે.કીર્તિએ આ વીડિયો શેર કરીને લખ્યુ છે, કેવો લાગ્યો મારો નવો લુક ? કમેન્ટ કરો.

Shah Jina