‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ વિરૂદ્ધ બે દિવસમાં બીજી ફરિયાદ, ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસને માર્યો માર

ટીકટોકથી ફેમસ થઇ જનાર સુરતની કીર્તિ પટેલ ઘણી વિવાદોમાં રહેતી હોય છે. જો કે, હવે તે સોશિયલ મીડિયા સાથે સાથે ગુનાની દુનિયામાં પણ ઘણી ફેમસ થઇ ચૂકી છે. ગઇકાલના રોજ જ અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતિને પાઇપથી માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કીર્તિ પટેલનું નામ સામે આવ્યુ હતુ. તેણે તેના સાથીદાર સાથે મળીને એક યુવતિને લોખંડની પાઇપ મારી હતી અને ગાળો પણ ભાંડી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે બાદ હવે કીર્તિ પટેલ પર ડુમસ પોલીસે એરહોસ્ટ્સ પર હુમલો અને ધમકી આપવાના પ્રકરણમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સોશિયલ મીડિયાની રીલ સ્ટાર કીર્તિ પટેલ પર બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા બાબતે બબાલ કરી હતી. ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રુ મેમ્બર સાથે માસ્ક ન પહરવાને લઈ ઝઘડો કરી કીર્તિ પટેલે મારા મારી કરતા એર હોસ્ટેટ્સ ઘવાય હોવાનું પણ જાણવા મળ્યું છે.

કીર્તિ સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં કીર્તિએ પોલીસને પોતાનો જવાબ પણ લખાવ્યો છે. એટલું જ નહીં પણ ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે. જોકે હાલ ડુમસ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.જણાવી દઇએ કે, સો.મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે.

કીર્તિનો થોડા સમય પહેલા પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ વસુલ કર્યો હતો અને આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે પણ કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસ ધરપકડ કરી ચૂકી છે. કીર્તિ પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો.

 

Shah Jina