કીર્તિ પટેલ: વેપારી પાસે બે કરોડની માંગી ખંડણીના આરોપમાં ફરિયાદ નોંધાયા બાદ થઇ અંડરગ્રાઉન્ડ- જાણો સમગ્ર મામલો

અવાર નવાર સમાચારોમાં રહેતી સુરતની ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની સાથા સાથે ગુનાની દુનિયામાં પણ ફેમસ છે, તે ક્યારેક જાહેરમાં તો ક્યારેક સોશિયલ મીડિયામાં લાઈવ કરી અપશબ્દો બોલે છે અને કોઈના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે. આ ઉપરાંત તે કોઈના કોઇને વીડિયોના માધ્યમથી ધાકધમકીઓ પણ આપતી રહે છે. ત્યારે હવે વધુ એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે.

કીર્તિ સામે ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કીર્તિ પટેલ સામે વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા મામલે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ અને તેના સાગરીતો વિરુદ્ધ આ મામલે ગુનો દાખલ કરાયો છે અને એક આરોપીની ધરપકડ પણ પોલિસે કરી છે. હાલ તો કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

એવું કહેવાઇ રહ્યુ છે કે કીર્તિ સામે ફરિયાદ નોંધાયા બાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ કીર્તિ પટેલ સામે અનેત ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. થોડા સમય પહેલા તેણે વીડિયો શેર કરી ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને પણ ટાર્ગેટ કર્યા હતા. આ સાથે પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી.

Shah Jina