અમદાવાદ : કિર્તી પટેલનો વધુ એક મોટી બબાલ ! પોલીસની હાજરીમાં જ મહિલાને માર માર્યો

કીર્તિ પટેલ મહિલા સાથે બબાલ કરવા સાથીદારોને લઈને અમદાવાદ પહોંચી, પોલીસની હાજરીમાં ઝીંકી થપ્પડ, જાણો શું છે મામલો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ હવે ગુનાની દુનિયામાં મોટુ નામ બની ચૂકી છે, તે અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે હવે ફરી એકવાર કીર્તિ વિવાદમાં સપડાઈ છે. કિર્તી પટેલે અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર માર્યો હતો અને આ મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુરના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા તેમના 2019માં છૂટાછેડા થઇ ગયા, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને સેવા કરતા. ત્યારે હાલમાં જ રમીલાબેન ઘરમાં હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત 4 લોકો આવ્યા અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

જે પછી કીર્તિ અને ગુડ્ડી તેમજ તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો. જે પછી રમીલાબેને તાત્કાલિક પોલીસને ફોન કર્યો અને પોલીસની ટીમ પણ તાત્કાલિક દોડી આવી. કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ રમીલાબેનને લાફો ઝીંકી દીધો હતો અને મારામારી કર્યા પછી બધા ચાલ્યા ગયા હતા. આ મામલા બાદ રમીલાબેન સીધા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કિર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina