કીર્તિ પટેલ અને ગમન સાંથલ વચ્ચે વિવાદ ? કીર્તિ પટેલ પહોંચી ગમન ભુવાજી પાસે, જુઓ શું કહ્યું ?

હાલ ગુજરાતમાં ત્રણ મુદ્દાની ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં કીર્તિ પટેલ અને ખજૂર ભાઈ (નીતિન જાની), બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વિવાદ, કાજલ મહેરિયા અને સાગર પટેલ વિવાદ. આ ત્રણેય વિવાદમાં દિવસેને દિવસે નવી નવી અપડેટ સામે આવતી રહે છે. આ દરમિયાન અગાઉ કીર્તિ પટેલ-ખજૂર ભાઈ વિવાદમાં કીર્તિ પટેલે ગમન ભૂવાજીનું નામ લીધું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ બધાની વચ્ચે હવે, કીર્તિ પટેલ અને ગમન ભૂવાજીની દીપોમાંના મંદિરે મુલાકાત થઈ છે. જેનો વિડીયો ખુદ કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકી તેની અને ગમન ભૂવાજી વચ્ચે કોઈ વિવાદ ન હોવાનું કહ્યું છે.

વિડીયોમાં શું કીધું ?

કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ વિડીયોમાં કહ્યું કે, “મારી સત્યની લડાઈમાં કોઈએ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગમન ભૂવાજીને ત્યાં આવી છું, અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો. પણ આજે મને ગર્વ છે, ના સાચા માણસ પણ દુનિયામાં છે. ભૂવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નહોતો આવેલો ?” ત્યારે ગમન ભૂવાજી કહે છે કે, હા. ત્યારબાદ કીર્તિ પટેલે કહ્યું કે, બસ હું આજે દીપોમાં ને એટલું માંનું છું કે, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ.” જે બાદમાં કીર્તિ પટેલ ગમન ભૂવાજીને પગે લાગે છે.

ગમન ભૂવાજીએ શું કહ્યું ?

આ વિડીયોમાં આગળ ગમન ભૂવાજી બોલે છે કે, “નમસ્કાર મારા વ્હાલા ચાહક મિત્રો, જય દીપો માં, જય માતાજી. મિત્રો બેનને અને આપણે કઈ છે નહિ. ખોટા કોઈએ વિડીયો એડિટિંગ કરીને યુ ટ્યુબમાં ચડાવવા નહિ. બધાને મારી નમ્ર વિનંતી છે. મારા ચાહક મિત્રોને, સમાજને, અઢારે વર્ણને, બધીય સમાજને બધા ને.. તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહિ અને આપણે પણ કંઈ છે નહીં.એ એમની પર્સનલ વાત છે.” આ દરમિયાન કીર્તિ પટેલ બોલે છે કે, કંઈ હતું જ નહિ. જે બાદમાં ગમન ભૂવાજી પણ હસતાં હસતાં કહે છે કે, હતું જ નહીં ક્યારેય. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે, ખોટો કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાઈને કોઈને વધારવા નહીં.

Twinkle