કીર્તિ પટેલે 10 મહિના સંબંધ બાંધનાર સૂરજ ભુવા મેટરમાં જે કહ્યું તે સાંભળીને તમારી પણ આંખો પહોળી થઇ જશે

અમદાવાદમાંથી હાલમાં જ ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવો હત્યાનો કિસ્સો સામે આવ્યો, જેમાં પ્રેમિકા ધારાથી પીછો છોડાવવા માટે ખુદ પ્રેમી સુરજ ભુવાજીએ અન્ય આરોપીઓ સાથે મળી ધરાની હત્યાનું કાવતરું રચ્યુ અને તેની હત્યા કરી લાશને સળગાવી દીધી. આ હત્યા કેસનો ખુલાસો એક વર્ષ બાદ થયો અને તે બાદ એક મહિલા સહિત 8 આરોપીઓની ઝોન 7 LCB ટીમે ધરપકડ કરી.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં ફેમસ એવી કીર્તિ પટેલ કે જેણે સુરજ ભુવાજી અને તેના પરિવારનો ભાંડો ફોડ્યો છે. કીર્તિનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે, ગેમ પ્લાનિંગ સાથે સુરજ ભુવાએ મારી બહેન ધારાની હત્યા કરી, આમાં સુરજ ભુવાનું આખુ ફેમીલી સંડોવાયેલુ છે.

કીર્તિએ એમ પણ કહ્યુ કે સુરજ ભુવાના પપ્પાએ ન્યુઝમાં આપ્યુ હતુ કે મારા દીકરાનો કોઇ પ્રોપર્ટી કે કોઇ જગ્યાએ હક નહિ લાગે, મેં તેને જાયદાદમાંથી બેદખલ કરી દીધો છે. આ પછી ફેમીલીએ કાવતરુ રચી ધારાની હત્યા કરી નાખી. ધારા એટલી નીડર હતી કે કોઇની વાતમાં એમ તો ના આવે પણ આ લોકો એને જૂઠુ બોલીને એને લઇ ગયા કે આપણે આપણા કેસના પૈસા ભરવાના છે તો આપણે આપણા ગામ જવું પડશે પૈસા લેવા માટે, તું ગાડીમાં હાલ.

કીર્તિ કહે છે કે તેને જૂઠ્ઠુ બોલીને લઇ ગયા ખેતર જેવી જગ્યામાં.સમય બધાનું ફળ આપે છે, તમે તમારી આંખે જોઇ લીધુ. કીર્તિ વીડિયોમાં કહી રહી છે કે એક વર્ષ દિવસથી હું કહેતી હતી કે ધારાને મોટા પ્લાનિંગ સાથે મારવામાં આવી છે. પણ કોઇ મારી વાતને માનતુ નહોતુ. હું પુકારી પુકારીને કહેતી હતી કે મોટા આઇડી વાળા સપોર્ટ કરો. જો મોટા આઇડી વાળાએ સપોર્ટ કર્યો હોત તો ધારાને બહુ જલ્દી ન્યાય મળતો.

જેમાં કીર્તિ પટેલનું નામ સામે આવ્યુ હતુ. તેણે તેના સાથીદાર સાથે મળીને એક યુવતિને લોખંડની પાઇપ મારી હતી અને ગાળો પણ ભાંડી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે બાદ હવે કીર્તિ પટેલ પર ડુમસ પોલીસે એરહોસ્ટ્સ પર હુમલો અને ધમકી આપવાના પ્રકરણમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

એક વર્ષ પહેલા ભુવાજી અને કીર્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરજ ભુવાજી પર દસેક મહિના સુધી યુવતિ પર શરીરિક શોષણનો આરોપ લાગ્યો છે અને જે યુવતિએ ભુવાજી પર આરોપ લગાવ્યો તેણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં યુવતીએ સુરજ ભુવાજી પર આરોપો લગાવ્યા હતા. લોકો સોસીયલ મીડિયા પણ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ત્યારે હવે આ મુદ્દે ટીકટોકથી ફેમસ થયેલ કીર્તિ પટેલ પણ સામે આવી છે. તેણે સોશિયલ મીડિયાના લાઈવમાં આ ઘટના વિષે કહ્યું હતું કે બંને 10 માસ સુધી એક જ ઘરમાં સાથે રહેતા હતા તો પછી એવું તો શું થયું કે આવું પગલું લેવાની ફરજ પડી.

યુવતી દ્વારા એવું જણાવવામાં આવ્યુ હતું કે તેને બીજા પણ ઘણા લફડા હતા અને માટે તેને તેની સાથે આવું કર્યું છે. તેનું મન ભરાઈ ગયું હશે. ભુવા પણ માણસ હોય છે તેમને પ્રેમ થાય પણ આવી રીતે લોકોની ભાવનાઓ સાથે ચેડાં ના કરાય. કોઈના શરીરનો ઉપયોગ કરીને તેને છોડીના મુકાય. પ્રેમ જરૂરથી થયા પણ કોઈ છોકરી સાથે આવુ ન કરાય.

આ એવું લાગે છે કે હવે મન ભરાઈ ગયું એટલે છોડી દીધા. આ વીડિયોમાં આગળ સંભળાઇ રહ્યુ છે કે તે દીકરી તો આજે ઘરની કે ઘાટની નથી રહી. તેના માતા પિતા પણ નથી. તે આજ એકલી પડી ગઈ છે. તેને કોઈનો સહારો પણ નથી રહ્યો. આ ઘટના પછી તો તેનું જીવન બરબાદ થઇ ગયું. દીકરીને જરૂરથી ન્યાય મળવો જોઈએ. કોઈ બીજીવાર બીજી કોઈની દીકરી સાથે આવું ના કરી શકે. આ ઉપરાંત તે એક વીડિયોમાં એવું પણ કહી રહી છે લાઇવમાં કહુ છુ કે ધારાને કીર્તિ પટેલ સાચવશે.

Shah Jina