ખબર ફિલ્મી દુનિયા

ગુજરાતી અભિનેતા કિરણ કુમારે કોરોના વાયરસને હરાવ્યો, ત્રીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો- જાણો વિગત

હાલ કોરોનાએ દેશમાં ભરડો લીધો છે. કોરોનાના કારણે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આવી ગયા છે. આ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્ટર પણ આવી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ashish Kaul (@ashishkaulactor) on

ટીવી ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા કિરણ કુમારનો 14 મેના રોજ કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, ત્રીજીવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કિરણ કુમાર પોતાના ઘરમાં બીજા માળે ક્વૉરન્ટીન થઈ ગયા હતાં. પહેલાં કરતાં તેમને હવે ઘણું જ સારું છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Manocha Choudhary (@cosiamhappy) on

કિરણ કુમારે જ્યારે કેસ પોઝિટિવ આવ્યો હતો ત્યારે તેમને જાતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છે. જે બાદ 74 વર્ષના કિરણ કુમાર સેલ્ફ ક્વૉરન્ટીન થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nedrick News (@nedricknews) on

74 વર્ષીય કિરણ કુમારે કહ્યું હતું, થોડાં અઠવાડિયા પહેલા હું રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ગર્વમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, કોરોના નો ટેસ્ટ ફરજિયાત છે. તેથી મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કલાકની અંદર જ મેં ઘરમાં આઈસોલેશન ઝોન બનાવી દીધો. સૌથી સારી વાત એ હતી કે હિન્દુજા ખાર તથા લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે પૂરતી માહિતી આપી હતી. અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મારા ટેસ્ટ અંગે જણાવ્યું અને દરેકે વિટામિન લેવાની માત્રા વધારી.’

 

View this post on Instagram

 

A post shared by Pratidin Time (@pratidintime) on

વધુમાં કિરણ કુમારે કહ્યું હતું, ‘કોવિડ 19નો ટેસ્ટ આજે નેગેટિવ આવ્યો અને હું ઘણો જ ખુશ છું. કોરોનાથી આપણને ડર લાગે અને આપણે તે માટે સાવચેતી રાખવાની જરૂર છે. જોકે, આપણે એકદમ સેનિટાઈઝ કરેલી હોય તે જગ્યાએ જવું. આજે સામાન્ય તાવ કે કફથી પણ લોકો ડરી જાય છે. હું આ મુશ્કેલ સમયમાં તમામ સપોર્ટિવ સ્ટાફ તથા ડોક્ટર્સનો આભાર માનું છું.’

 

View this post on Instagram

 

Veteran actor #KiranKumar tests positive for Coronavirus Prayers for his speedy recovery…

A post shared by Tejas Rathod (@tejas.rathod3) on

જણાવી દઈએ કે, સૌથી પહેલા સિંગર કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં બધા જ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરી સંક્રમિત થયા હતા. આ તમામ લોકો હૉસ્પિટલમાં સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.