ખબર

સુરતની હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, જીવતી બાળકીને મૃત જાહેર કરી, ડિસ્ચાર્જ બાદ સિવિલમાં લઇ જતા ખબર પડી કે..

હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે, હાલ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલમાંથી એક એવો જ ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 2 વર્ષની બાળકીનું હૃદય ધબકી રહ્યું હોવા છતાં પણ તેને મૃત જાહેર કરીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં રહેતા અરવિંદભાઈ પાંડવની બે વર્ષની દીકરી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરના દાદર ઉપરથી પટકાઈ જતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલી કિરણ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ રાત્રે 10 વાગ્યે કિરણ હોસ્પિટલના ડોક્ટર દ્વારા આર્મીને બ્રોટડેટ લખીને સ્મીમેર હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી હતી. પરંતુ પરિવારજનો તેને રાત્રે 11.20 કલાકે સિવિલમાં લઇ ગયા હતા. ત્યાં તેનું હૃદય ધબકી રહ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જોયું તો આર્મીનું હૃદય ધબકી રહ્યું હતું. 11.20થી લઇ 11.50 સુધી 30 મિનિટની સારવાર બાદ આર્મીનું મૃત્યુ થયું હતું. બાળકી જીવતી હોવા છતાં પણ કિરણ હોસ્પિટલ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી.