અમદાવાદમાં કિન્નર સાથે સલમાનનો પ્રેમ પોલીસ સ્ટેશન પહોંચ્યો, શાહરૂખે મળવા બોલાવી તો સલમાને મારી છરી, પોલીસને પણ છૂટ્યો પરસેવો

પ્રેમ કોને ક્યારે કોની સાથે થઇ જશે તે કોઈ નથી જાણતું, ઘણા લોકો પ્રેમમાં એટલા આંધળા બની જતા હોય છે કે તેમને બીજા કશાનું ભાન નથી રહેતું. ભારતમાં સમલૈંગિક કાયદાને મંજૂરી મળતા જ સમલૈંગિક લોકો એકબીજા સાથેના સંબંધોને ખુલીને જીવતા હોવાના અને એકબીજા સાથે લગ્ન કર્યા હોવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ હાલ અમદાવાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેને પોલીસને પણ પરસેવો વળાવી દીધો.

અમદાવાદમાંથી એક કિન્નરનું પ્રેમ પ્રકરણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું. જેમાં બે કિન્નરના બે પ્રેમીઓ હતા, અને એક પ્રેમીની ગેર હાજરીમાં બીજો યુવક મળવા આવતા આખી બબાલ સર્જાઈ હતી. પ્રેમીએ તે યુવકને કહ્યું કે “તેને મળવા કેમ  ગયો હતો ?” આવું કહીને તેને મારામારી કરી હતી. જેના બાદ આખી જ ઘટના દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 21 અને 24 વર્ષના સલમાન અને શાહુરૂખને તેમના જ વિસ્તારમાં રહેતા 35 વર્ષના બે કિન્નર હિના અને માયાના પ્રેમમાં પડ્યા હતા. આ બંનેને પ્રેમનો પરવાનો એ હદ સુધી ચઢી ગયો હતો કે તે લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા.

આ પ્રેમ કહાનીમાં સલમાન હિનાને અને શાહરુખ માયાને પ્રેમ કરતો હતો, પરંતુ સલમાન થોડા દિવસ માટે બહાર ગયો અને શાહરુખ હિનાને મળવા માટે ગયો હતો, જેની જાણ સલમાનને થતા જ તેને મળવા બોલાવ્યો અને તેને મળવા કેમ ગયો એમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેની જાણ પોલીસને થતા જ તેમને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોતાના પ્રેમીઓને પોલીસ પકડી ગઈ હોવાની જાણ થતા જ બંને પ્રેમિકા કિન્નરે પણ પોલીસ સ્ટેશનમાં જઈને હોબાળો મચાવ્યો હતો.

Niraj Patel