રાત્રે કોઈ સુમસાન જગ્યા ઉપર એકલી સુંદર યુવતી દેખાય તો ચેતજો, આ યુવકને ખોવો પડ્યો જીવ, સમગ્ર ઘટના જાણીને હેરાન રહી જશો

જેને યુવતી સમજતા હતા એ તો આ નીકળ્યો, સુખ બનાવવાની ના પાડી તો કર્યો ચાકુથી હુમલો, યુવકનું થયું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

દેશભરમાંથી હત્યા અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકોની કોઈ અંગત કારણો સર કે આપસી મતભેદમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે થળોએ દિવસ પહેલા જ સલ્સ ડાયરેક્ટર દેવાંશુની હત્યા થઇ હતી. હવે આ હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયેલા હાલના દેવાંશુ હત્યાકાંડની નાદાર તેની હત્યા કોઈ છોકરીએ નહોતી કરી પરંતુ એક કિન્નરના હાથે થઇ હતી. તેને પોતાના સાથીઓ સાથે લૂંટના ઈરાદાથી એસ્ટેટ કંપનીના સેલ્સ ડાયરેક્ટર દેવાંશુને બોલાવ્યો હતો અને જયારે દેવાંશુંએ લૂંટનો વિરોધ કર્યો ત્યારે તેની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના મિત્ર અને તેની ગાડી ચલાવી રહેલા સતીષને ક્લીન ચિટ આપી દીધી છે.

જાણકારી પ્રમાણે આ હત્યાકાંડથી પોલીસ ખુબ જ હેરાન થઇ ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળ ઉપર લાગેલા સીસીટીવ કેમરાની ફૂટેજ શોધી. જેમાં કિન્નર જોયા અને તેના સાથી અલ્લુ અને અલીમ જોવા મળ્યા હતા. પોલીસે ગુરુવારે મોડી રાત્રે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય આરોપીઓ આઝાદ નગરમાં રહે છે.

પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે 2 વાગે આ ઘટના સત્ય સાઈ ચાર રસ્તા અને બામ્બે હોસ્પિટલની વચ્ચે ઘટી હતી. રિવાનો રહેવાસી દેવાશું તેના મિત્ર સતીશ સાથે ઘરે જઈ રહ્યો હતો. બંને એમઆર 3 વિસ્તારમાં ભાડે રહેતા હતા. આ વચ્ચે જ કિન્નર જોયા, અલી અને અલીમ દ્વારા સ્કીમ નંબર 78થી બંનેનો પીછો કર્યો. તેમેં રસ્તામાં રોક્યા અને લૂંટફાટ શરૂ કરી દીધી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એમ પણ જણાવવામાં આવ્યું છે કે આરોપી કિન્નરે દેવાંશુ સાથે સંબંધ બાંધવાની વાત કરી હતી જેના માટે દેવાંશુંએ ના પાડી દીધી તો કિન્નરના સાથીએ તેના ઉપર હુમલો કર્યો હતો. જેના બાદ આરોપીઓએ દેવાંશુની ચેઇન લૂંટી લીધી.

જાણવા મળી રહ્યું છે કે દેવાંશુ અને સતીશ નશામાં હતા. જયારે તે પોતાના કોઈ ત્રીજા મિત્રને છોડીને આવી રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમને ઘેરી લીધા. ઘટના બાદ સતીશ ગભરાઈ ગયો. તેને પોલીસને જણાવ્યું કે બે લોકો કહી રહ્યા હતા કે છોકરીને સાથે લઇ જાઓ. પરંતુ જ્યારે અમે ના પાડી પહેલા અમને માર્યા, પછી ચાકુથી હુમલો કર્યો અને પછી ચેઇન લૂંટી લીધી.

સતીશે આગળ જણાવ્યું કે ચાકુ વાગવાથી દેવાંશુ ઘાયલ થઇ ગયો હતો. તેને હું કમર ઉપર મારી સાથે લઇ ગયો અને સુવડાવી દીધો. બીજા દિવસે ગુરુવારે સવારે તેનું મોત થઇ ગયું. પોલીસે સતીષની વાત સાંભળી અને તેના ઉપર શંકા કરી હતી અને તેને હિરાસતમાં પણ લઇ લીધો હતો.

Niraj Patel