સમાજના બંધનો અને લોકોની ચિંતા કર્યા વગર આ યુવકે કર્યા કિન્નર સાથે લગ્ન, દોઢ વર્ષ પહેલા થયો હતો પ્રેમ, જુઓ તસવીરો

કિન્નર અને આ યુવકે લગ્ન કરીને જીવવા મારવાની કસમ ખાઈ લીધી…સમગ્ર ઘટના જાણીને ભલભલા ડરી જશે

એવું કેહવાય છે કે પ્રેમ બધા જ બંધનોથી ઉપર છે. તેમાં નાત-જાત, ધર્મ, જાતિ સમાજના બંધનોની કોઈ ચિંતા નથી હોતી, એવા ઘણા કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયા અને સમાચારમાં જોતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક અનોખું બંધાણ અયોધ્યાના સિદ્ધ સ્થાન નંદીગ્રામ ભરતકુંડમાં જોવા મળ્યો છે. જ્યાં એક યુવકે કિન્નર સાથે લગ્નના સાત ફેરા ફર્યા છે.

Image Source

અહીં રહેનારા શિવકુમાર વર્માએ અંજલિ સિંહ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાચીન મંદિરની અંદર લગ્નના સાત ફેરા લીધા. આ લગ્નમાં ખાસ વાત એ હતી કે વરરાજા શિવકુમાર એક સામાન્ય યુવક હતો જયારે અંજલિ એક કિન્નર છે.

Image Source

કિન્નર અંજલિ અને યુવક શિવકુમાર પ્રતપગઢના ગામ ગહરૌલી મજરે શુકુલપુરના રહેવાસી છે. આ બંનેના લગ્ન સમાજ માટે એક મિસાલ છે. વરરાજા બનેલા શિવકુમારનું કહેવું છે કે આજથી દોઢ વર્હસિ પહેલા અંજલિ સાથે તેની મુલાકાત થઇ હતી. આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ એકબીજા વિશે જાણ્યું અને ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Image Source

પરંતુ આ મેલ વગરના લગ્ન માટે પરિવારના લોકો તૈયાર નહોતા. ત્યારબાદ અંજલિએ પોતાના પરિવારના લોકોને સમજાવ્યા. તો શિવે પણ પોતાના પરિવારને રાજી કરી લીધો. અને આખરે પરિણામ એ આવ્યું કે બુધવારના દિવસે બંનેએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

Image Source

બંને પરિવારની સહમતી દ્વારા યોજાયેલા આ લગ્નની અંદર અંજલીના પરિવાર તરફથી તેની બહેન અને જીજાજી દ્વારા તેનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ  દરમિયાન હાજર રહેલા ગ્રામજનો પણ ખુશ નજર આવ્યા હતા.

Image Source

આ ખુશીના પ્રસંગે ગામના લોકોએ એકબીજાનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું. એટલું જ નહીં ગામના લોકોએ તે બંનેને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા. શિવકુમારનું કહેવું છે કે આજે અંજલિ દામ્પત્ય જીવનમાં આવી ગઈ છે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા છે. જેને તે જીવનભર નિભાવશે.

Image Source

આ અંગે મહત્વનો એક બીજો નિર્ણય લેતા પણ શિવકુમારે જણાવ્યું હતું કે તે કોઈ અનાથ બેસહારા બાળકને દત્તક લેશે અને પરિવારને આગળ વધારશે. તો અંજલિનું કહેવું છે કે અમારા કિન્નર સમાજને દુનિયા સારી નજરથી નથી જોતી.  એટલા માટે અમારા આ નિર્ણયને સ્વીકાર કરવામાં બંને પરિવારમાં થોડી સમસ્યા જરૂર આવશે. અમારા પરિવારજનો અમારા આ નિર્ણયથી ખુશ છે. ધીમે ધીમે બધું જ સામાન્ય થઇ જશે.

Niraj Patel